________________
વિભાગ-૩ જૈન આચાર
બહુજ થોડું (ચાર આંચળમાથી એક જ આંચળનું) દૂધ લોકો વાપરતાં અને દૂધ વેચતા ન હતા.
વર્તમાન પરિસ્થિતિ આજે ખેત-પેદાશનું ઉત્પાદન મશીન અને ફર્ટીલાઇજર દ્વારા દુનિયામાં ઘણું જ થાય છે. કે દર વર્ષે વધારાની ખેત-પેદાશને અમુક દેશોએ તો દરિયામાં ફેંકી દેવું પડે છે.
વળી ડેરી (દૂધ) ઉત્પાદન પણ ધંધાકીય બની ગયું છે. ડેરી ની ગાયોને દૂધ પેદા કરતાં યંત્રની જેમ રાખવામાં આવે છે. આ ફેક્ટરીઓ ઓછામાં ઓછા ખર્ચે વધુ દૂધ મેળવતા હોય છે. ગાયોને ગુલામ તરીકે રાખીને તેની પાસે તેની કુદરતી શક્તિ કરતા ત્રણ ઘણું દૂધ હોરમોંનથી પેદા કરાવે છે. વળી રેફ્રિજરેટર આવવાથી ડેરી ઉત્પાદક ચીજોની માંગ ઘણીજ વધવાથી, આજની ડેરીઓએ ઘણા પ્રમાણમાં પ્રાણીઓની સંખ્યા વધારી દીધી છે. પ્રાણીઓની સંખ્યા વધારવામાં તેઓના ખોરાકને પહોંચી વળવા નૈતિક અને પર્યાવરણની દ્રષ્ટિએ અસમતુલા ઊભી થાય છે કારણ કે કુદરતી સાધન સામગ્રી તથા એટલા જ પ્રમાણમાં ઘાસ-છોડના ખોરાકનો ઉપયોગ મોટા પ્રમાણમાં જોઈએ. આ ફેક્ટરીઓ દ્વારા પ્રાણીઓ પ્રત્યે થતી ક્રૂરતા અને પર્યાવરણ પર થતી અસર કલ્પનાતીત છે.
98
જૈન દર્શન અને આચારની સરળ સમજ