________________
૧૫ જૈન દ્રષ્ટિએ નૈતિક જીવન પદ્ધતિ
આધુનિક ડેરી (દૂધ) ઉત્પાદનની પધ્ધતિ
નીચેની યાદી દૂધ ઉત્પાદકો દ્વારા પ્રાણીઓને કેવું દુઃખ આપી પરોક્ષ હિંસા કરી પોતાનું ઉત્પાદન વધારાય છે તે સૂચવે છે અમેરિકા તેમજ યુરોપની મોટી ફેક્ટરીમાં અને ભારતની નાની ફેક્ટરીઓમાં આ પરિસ્થિતિ જોવા મળે છે. હું અનુભવથી કહું છું મેં (લેખકે) અમેરિકામાં ઘણી મોટી ડેરી ફેક્ટરીઓની અને ભારતમાં ઘણી નાની ડેરી ફેક્ટરીઓની મુલાકાત લીધી છે અને નજરોનજર જોયું છે.
3
દૂધ આપતી ગાયોને સતત સગર્ભાવસ્થામાં જ રખાય છે. તેઓને કૃત્રિમ ગર્ભાધાન કરાવાય છે અને હોરમોંનથી અને બીજી રીતો દ્વારા તેઓ વધુમાં વધુ દૂધ મળે એ પદ્ધતિ અપનાવે છે.
આશરે ૮૦% વાછરડાઓને ગોમાંસ ફેક્ટરીમાં વેચી દેવાય છે. જ્યાં છ મહિનાથી ત્રણ વર્ષ સુધીમા વાછરડાની કતલ કરવામાં આવે છે.
કેટલીક વાર ભારતના ગામડાના ખેડૂતો બળદ વાછરડાં (Male Calf) ને ભૂખ્યું રાખીને મરવા દે છે. (મેં આપણા પવિત્ર તીર્થ પાલીતાણામાં આ જોયું છે).
ગાયોનું સામાન્ય આયુ ૨૦ વર્ષનું હોય છે. પણ દૂધ આપતી ગાયોને પાંચ કે છ વર્ષની ઉંમરે (બે કે ત્રણ વખતના વાછરડાના જન્મ પછી) જ્યારે
જૈન દર્શન અને આચારની સરળ સમજ
99