________________
૧૫ જૈન દ્રષ્ટિએ નૈતિક જીવન પદ્ધતિ
આ રીતે બધા જીવો એક-બીજા સાથે સંકળાયેલા હોવાથી આપણે સમજવું જોઈએ કે
જો આપણે એકને નુકસાન પહોંચાડીશું તો આપણે જીવમાત્રનું (બધા જીવનું) નુકસાન કરીશું”. અને લોભ, અધિકાર અને
સ્વામિત્વની ભાવના હિંસા તથા અસમતુલિત વાતાવરણનું પ્રધાન કારણ બને છે. ઓછામાં ઓછી હિંસાથી જીવન જીવવાની વ્યાખ્યા સંપૂર્ણ અપરિગ્રહ અને પૂર્ણ અહિંસા સાથે માનવ જીવન ટકાવી રાખવું અશક્ય છે. જીવન જીવવા આપણે ઓર્ગેનિક ખોરાક લઈએ છીએ. જે ખુદ જીવન છે. વળી આપણે જરૂર પૂરતા કપડાં અને ઘર જોઈએ. આથી એક યા બીજા રૂપમાં આપણે હિંસા કરીએ છીએ અને મર્યાદિત પરિગ્રહ પણ માનવ જીવન ટકાવવા જરૂરી છે. જૈન ધર્મનો ધ્યેય છે કે આપણા અસ્તિત્વ માટે બીજા જીવો અને પર્યાવરણ પર થતી નકારાત્મક અસર ઓછામાં ઓછી કરવી. જૈન ધર્મ કહે છે કે –
પંચેન્દ્રિય જીવોને (પશુ, પંખી વગેરે) સૌથી વધુ દર્દની સંવેદના હોય છે કારણકે તેમનો જ્ઞાન ગુણ ઓછા ઇંદ્રીયોવાળા જીવો કરતાં વધુ વિકસિત હોય છે તેથી તેમને દુખ આપવુ કે તેમનો નાશ એ સૌથી મોટી હિંસા ગણાય છે. સાથે સાથે પંચેન્દ્રિય જીવોને મારવાથી પર્યાવરણ ઉપર પણ મોટી નકારાત્મક અસર થાય છે. એકેન્દ્રિય જીવોનો (ઝાડ, શાક, પાણી, હવા, ધરતી વગેરે) જ્ઞાન ગુણ ઓછામાં ઓછો વિકસિત છે તેનો નાશ ઓછી હિંસા ગણાય છે અને
પર્યાવરણ પર નકારાત્મક અસર ઓછી થાય છે. જૈન ધર્મ જણાવે છે કે એક પંચેન્દ્રિય જીવની હિંસા અસંખ્ય એક ઇંદ્રિય જીવોની હિંસા કરતા ઘણી જ વધારે છે. તેથી જૈન ધર્મ શુદ્ધ શાકાહારી ભોજનની હિમાયત કરે છે. નૈતિક, આધ્યાત્મિક કે પર્યાવરણની દ્રષ્ટિએ માંસાહારનો અને પ્રાણીજન્ય કોઇ પણ ખોરાક કે વસ્તુનો વિરોધ કરે છે.
જૈન દર્શન અને આચારની સરળ સમજ
95