________________
વિભાગ-૩ જૈન આચાર
૧૫. જૈન દ્રષ્ટિએ નૈતિક જીવન પદ્ધતિ નૈતિક મૂલ્યો જૈન ધર્મ માને છે કે વાતાવરણના પાંચ મૂળભૂત તત્ત્વો - પૃથ્વી, પાણી, અગ્નિ વાયુ અને વનસ્પતિમાં જીવન છે આ જીવો માત્ર એકજ ઈન્દ્રિય એટલે કે સ્પર્શેન્દ્રિય જ ધરાવે છે. પ્રાણી અને માનવી પાંચ ઈન્દ્રિય અને મન ધરાવે છે. પાંચ ઈન્દ્રિયો એટલે સ્પર્શ, રસ, ગંધ, દ્રષ્ટિ અને શ્રવણ. બીજા પ્રાણીઓની સરખામણીમાં માણસો પાસે ઘણું વિકસિત મન અને વિચાર પ્રક્રિયા છે. તેથી તેઓ જીવમાત્ર સાથે એકતા અને સુસંગતતા ઉપરાંત વિવેકપૂર્ણ વર્તન અને સહાનુભૂતિપૂર્ણ જીવન માટે જવાબદાર છે. ભગવાન મહાવીરનું સંપૂર્ણ જીવન કરુણાસભર હતું. તેમનું જીવન કુદરત તથા વાતાવરણના જીવ માત્ર પ્રત્યે આદર અને સમાનભાવથી જીવવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. નીચે મુજબના હંમેશને માટે વિચાર કરવા યોગ્ય વિધાનો ભગવાન મહાવીરે કહ્યા છે. • “બધાનું જીવન અરસપરસના સહારે અને આશ્રયે નિયંત્રિત છે. આ
પ્રાચીન ધર્મગ્રંથ તત્વાર્થાધિગમ સૂત્રનું સૂત્ર (કથન) છે.” કોઈપણ જીવની હિંસા કરવી કે દુઃખ પહોંચાડવું તે આપણી જાતને હિંસા કે દુ:ખ પહોંચાડવા બરાબર છે. બીજા પ્રત્યે દયા કે કરુણા રાખવી તે આપણી જાત પ્રત્યેની દયા કે કરુણા છે. તેથી દરેકે હિંસાથી દૂર રહેવું. (ભગવતી આરાધના-૭૯૭) “જે પૃથ્વી, હવા, પાણી, અગ્નિ અને વનસ્પતિના અસ્તિત્વને સાચવતું નથી અને અવગણના કરે છે તે પોતાના અસ્તિત્વને જોખમમાં મૂકે છે”. આપણે આપણા લોભ અને માલિકીપણાના ભાવને લીધે બીજા જીવોને હાનિ પહોંચાડીએ છીએ અને મારીએ છીએ.
94
જૈન દર્શન અને આચારની સરળ સમજ