________________
વિભાગ-૩ જૈન આચાર
૬ - ધારણા (મનને અંદરના વિચાર ઉપર કેન્દ્રિત કરવું)
છઠ્ઠા તબક્કામાં વ્યક્તિએ મનને ક્યાં તો બહારની કોઈ વસ્તુ પર કે અંદરના વિચાર ઉપર કેન્દ્રિત કરવું જોઈએ. ઘનિષ્ઠ પ્રયત્નો કરવા છતાં મન એક વસ્તુ પર ચોંટતુ જ નથી. આંતરિક સંસ્કાર કે કર્મના કારણથી ધ્યાનની ધારા તૂટી જાય છે. માટે વ્યક્તિએ ધારણા દ્વારા વારંવાર પ્રયત્ન કરવો જેથી મન વિચારશૂન્ય થતુ જશે. ૭. ધ્યાન વિચાર શૂન્યતાની સ્થિતિ (ધારણા) સહજતાથી ધ્યાન તરફ દોરી જશે. આ સાતમી ભૂમિકા છે. નક્કી કરેલ બહારની વસ્તુ કે અંદરના વિચાર તરફ વિચારોના અતૂટ પ્રવાહને બદલે કોઈ એક વિષયમાં ચિત્તનું
એકાગ્ર થવું. ૮. સમાધિ
D
fillini
- ધારણ
૭. ધ્યાન
૮. સમાધિ
આમ સતત અભ્યાસ દ્વારા ધ્યાન સમાધિમાં ફેરવાઈ જાય છે સમાધિમાં વ્યક્તિ પોતાની જાત પ્રત્યે તદ્દન જાગૃત અને બાહ્ય સંયોગોથી મુક્ત બને છે. અને ધ્યાનની વસ્તુ પણ દ્રષ્ટિ સામેથી જતી રહે છે. પણ તેનું ધ્યાન સમગ્ર ચેતના પર છવાઈ જાય છે. આત્માનું જ્ઞાન સંપૂર્ણ બને છે. આ અષ્ટાંગ યોગ જીવનના આધ્યાત્મિક ધ્યેયને અનુસરે છે. વ્યક્તિ આ યોગના અભ્યાસથી અમર્યાદ સમય સુધી સ્થાન કે દેહાદિકના
114
જૈન દર્શન અને આચારની સરળ સમજ