________________
૩- આસન (શારીરિક સમતુલા કેળવવી)
ત્રીજી ભૂમિકામાં પોતાના શરીરને તંદુરસ્ત રાખવા અને લાંબા કલાકો સુધી ધ્યાન કરવાની તૈયારી રૂપે કરોડરજ્જુને સીધી રાખવા વ્યક્તિએ શારીરિક સમતુલા જાળવીને આસન સિદ્ધ કરવું જોઈએ.
૪. પ્રાણાયામ અથવા પ્રાણયોગ (તાલબદ્ધ શ્વસનક્રિયા કેળવવી) ચોથી ભૂમિકામાં વ્યક્તિએ ચોક્કસ પ્રક્રિયા દ્વારા જીવનને માટે આવશ્યક શક્તિ કાબૂમાં રાખવા શ્વાસનો નિયમિત અભ્યાસ રાખવો જોઈએ. તાલબદ્ધ શ્વસનક્રિયા મનને ધ્યાનસ્થ થવામાં મદદ કરે છે. સીધા બેસવાથી (ત્રીજી ભૂમિકા) અને તાલબદ્ધ શ્વાસ (ચોથી ભૂમિકા) લેવાથી અંતર્મુખ થવા માટે મન શક્તિમાન એટલેકે તૈયાર થાય છે.
AAKA
૩- આસન
9-21214
૧૭ જૈન યોગ
ર- નિયમ
૪- યામ
જૈન દર્શન અને આચારની સરળ સમજ
૫- પ્રત્યાહાર
૫- પ્રત્યાહાર અથવા પ્રતિહાર્ય (પંચેન્દ્રિયને અંતર્મુખ કરવી) પાંચમી ભૂમિકામાં આપણી પંચેન્દ્રિય-સ્પર્શ, રસ, ગંધ, દ્રષ્ટિ અને શ્રવણ દ્વારા આપણને જે સુખ કે દુઃખની લાગણી થાય છે તેનાથી વ્યક્તિએ વિમુખ એટલે અંતર્મુખ થવાની ટેવ પાડવી જોઈએ. આ માનસિક સમતુલા અંદરથી ઊઠતા અને ઉપર આવતા વિચારોના પ્રવાહને ધીરે ધીરે ધીમા પાડે છે. હવે મન કોઈ એક વિચાર કે વસ્તુ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા તૈયાર થઈ જાય છે.
113