________________
વિભાગ-૩ જૈન આચાર
પગલાં અગત્યના છે અને તેનું ક્રમબદ્ધ આચરણ અંતિમ સત્ય અને મોક્ષ (ભગવાન) તરફ દોરી જાય છે. પતંજલિ ઋષિ એ તેમના અવિનાશી પ્રબંધ ગ્રંથ “યોગસૂત્ર” માં વ્યાખ્યા કરી છે કે, યોગનું લક્ષ્ય વિચાર પ્રક્રિયાને (ચિત્તવૃત્તિને) સંયમમાં રાખી યોગની ઉચ્ચકક્ષા પ્રાપ્ત કરવી. મહાન ઋષિ પતંજલિના તેમના “યોગસૂત્રમાં આવતા યોગનાં આઠ પગથિયાં અને ધ્યાનને શ્રી હરિભદ્રસૂરિએ આદર સહ સ્વીકાર્યા છે. તેમણે યોગનાં ચાર પુસ્તકો લખ્યા છે. (૧) યોગવિંશિકા પ્રાકૃત ભાષામાં (૨) યોગશતક પ્રાકૃત ભાષામાં (૩) યોગબિંદુ સંસ્કૃતમાં અને (૪) યોગ દ્રષ્ટિ સમુચ્ચય સંસ્કૃતમાં. શ્રી પતંજલિ ઋષિ જૈન દાર્શનિક ન હોવા છતાં જૈન આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ (7th century AD) એ અષ્ટાંગ યોગને જૈન ધર્મ માં આધ્યાત્મિક સ્વીકૃતિ આપી છે જે મોક્ષ માર્ગ સુધી દોરી જાય છે. આ
ઉપરાંત શ્રી હેમચંદ્રાચાર્યએ યોગશાસ્ત્ર ની રચના કરી છે. અષ્ટાંગ યોગ (યોગનાં આઠ પગથિયાં).
૧. યમ (સંયમમાં રહેવું પ્રારંભિક ભૂમિકામાં વ્યક્તિએ હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મચર્ય અને અપરિગ્રહ પર સંયમ કેળવવો જોઈએ. ૨. નિયમ (અનુષ્ઠાનોનું પાલન કરવું) બીજી ભૂમિકામાં વ્યક્તિએ કેટલાક સલૂણો જેવા કે આંતરિક અને બાહ્ય પવિત્રતા, સંતોષ, સંયમ, ધર્મનો અભ્યાસ અને પોતાની જાતને ધર્મમય વાતાવરણમાં રાખી વિકસાવવા જોઈએ. પહેલી બે ભૂમિકા નૈતિક શુદ્ધિ માટે છે. તેના વગર આધ્યાત્મિક પ્રગતિ શક્ય નથી.
112
જૈન દર્શન અને આચારની સરળ સમજ