________________
૧૭ જૈન યોગ
૩. કર્મ યોગ
કર્મયોગનો હેતુ દરેક માનવીય પ્રવૃત્તિ સર્વોપરિતાના સંકેતને સમર્પિત કરવાનો છે. માનવતા અને જીવમાત્રના ભલા માટે નિઃસ્વાર્થ ભાવે કરાતી સેવાને કર્મયોગ કહે છે. તેમાં સમાજ સેવા, જીવોનો એકબીજા સાથેનો સંબંધ, પર્યાવરણની રક્ષા, પ્રાણીની રક્ષા અને એવું ઘણું સમાઈ જાય છે. તેનો વ્યવહાર કે આચરણ કોઈપણ સમયે અને ક્યાંય પણ થઈ શકે છે.
આખરે વ્યક્તિ પોતાનું બધું કાર્ય અને સેવા કોઈપણ પ્રકારના પરિણામ કે ફળની આશા રાખ્યા વગર ભગવાનને સમર્પે છે. તેને કારણે પોતાનું અભિમાન “હું” પદ ઓગળી જાય છે. કાર્યને લક્ષમાં રાખનાર લોકો માટે આ યોગનો ઉત્તમ પ્રકાર છે.
જૈન ધર્મના જ્ઞાન માર્ગમાં કર્મ યોગનો સમાવેશ થાય છે. જ્ઞાનસાથે થયેલ ક્રિયા જ મોક્ષ તરફ લઇ જાય છે. પરન્તુ તે ક્રિયા કર્તાભાવ એટલે “હું” પદ વગરની હોવી જોઇએ.
૪. અષ્ટાંગ યોગ (આત્મસમાધિ અને ધ્યાનનો માર્ગ)
અષ્ટાંગ યોગનો હેતુ માત્ર દેહની શુદ્ધિ અને મુક્તિનો નથી પણ બુદ્ધિજીવીઓના વિચાર અને ચૈતન્યના ભાવનાત્મક અને લાગણીશીલ જીવનમાં સંયમ સાથે નિપુણતા લાવવાનો છે. તે શારીરિક અને માનસિક સંયમનું વિજ્ઞાન છે.
અષ્ટાંગ યોગનાં સ્થાપનાર અને સંશોધક મહાન ઋષિ પતંજલિ (time 3rd - 4th century BCE) હતા. તે અષ્ટાંગ યોગ અથવા યોગનાં આઠ તબક્કા અથવા ભૂમિકા તરીકે પણ ઓળખાય છે. તેના આઠે આઠ
જૈન દર્શન અને આચારની સરળ સમજ
111