________________
વિભાગ-૩ જૈન આચાર
જાપ કરવો એ પણ વ્યવહાર છે. આધ્યાત્મિક પ્રગતિની પ્રારંભિક ભૂમિકામાં મંદિર કે તેના જેવી પવિત્ર જગા ભક્તિયોગ માટે જરૂરી છે. આખરે ભક્તિયોગ અંદરની શુદ્ધતાને વિકસાવે છે અને “હું” પણાના અભિમાનને ઓગાળે છે. ભાવનાશીલ લોકો માટે યોગનાં આ માર્ગને અનુસરવું શ્રેષ્ઠ રૂપ છે. હિંદુધર્મ ની અમુક શાખાઓ આ માર્ગ ને મુખ્ય માર્ગ તરીકે સ્વીકારે છે
જૈન ધર્મ તેને આધ્યાત્મિક પ્રગતિની પ્રારશ્મિક ભૂમિકામાં સાધન
તરીકે જરૂરી ગણે છે. ૨. જ્ઞાનયોગ
અનન્ય અને સર્વોપરી “સ્વ”ની અનુભૂતિ કરાવવી એ જ્ઞાનયોગનો ઉદ્દેશ છે. બૌદ્ધિક લોકો આ માર્ગ પસંદ કરે છે. કારણ કે તેમાં અભ્યાસ, વિચાર, પ્રશ્નોત્તરી અને ચિંતનનું આચરણ છે. આ સૃષ્ટિમાં સાચું (સત્ય) શું છે અને મિથ્યા શું છે તેનો ભેદ કે તફાવત સમજવા આ માર્ગ નમૂના રૂપ છે. બુદ્ધિના માધ્યમ દ્વારા આ માર્ગ ભૌતિક દુનિયાના બંધનોને પ્રશ્ન અને પૃથક્કરણ દ્વારા નકારે છે. મન (બુદ્ધિ) પોતે જ પોતાના સ્વરૂપને એટલે કે સ્વભાવને તપાસે છે. આ નમૂના રૂપ પ્રશ્નો ધ્યાન દરમ્યાન પોતાની જાતને પૂછવા – “હું કેમ અહીં છું?” “સાચું શું છે? અને સાચું શું નથી?” અને સૌનો સૌથી મોટો પ્રશ્ન “હું કોણ છું?” તે સત્યના આખરી મૂર્ત સ્વરૂપ સુધી લઈ જાય છે. પ્રાથમિક ભૂમિકામાં સંનિષ્ઠ ગુરુનું માર્ગદર્શન અથવા ધાર્મિક પુસ્તકનો અભ્યાસ જ્ઞાનયોગમાં જરૂરી છે. જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ બંને મોક્ષપ્રાપ્તિ માટે આ માર્ગને મુખ્ય માર્ગ તરીકે સ્વીકારે છે.
( 110
જૈન દર્શન અને આચારની સરળ સમજ