________________
યોગ દ્વારા મનની શુદ્ધતાથી આત્માના ગુણો જાગૃત થાય છે અને કર્મ નાશ થાય છે. જે સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન અને સાચા આચાર (સમ્યગ્ દર્શન, જ્ઞાન અને ચારિત્ર) દ્વારા મુક્તિ અપાવે છે.
યોગ શબ્દ જૈન ધર્મમાં ધ્યાન માટે પણ વપરાય છે. આચાર્ય હરિભદ્ર સૂરિએ યોગવિંશિકા અને આચાર્ય અમિતગતિએ યોગસાર પ્રાભૂતમાં આ યોગની ચર્ચા-વિચારણા કરેલ છે.
કર્મના આંતર પ્રવાહના વ્યવહાર વિશે વાત કરતાં આચાર્ય ઉમાસ્વાતિજીએ કહ્યું છે કે શરીરની, મનની કે વાણીની કોઈપણ પ્રવૃત્તિ કરતી વખતે આત્માના પ્રદેશો આંદોલિત થાય (કંપન અનુભવે) તે યોગ કહેવાય. આ યોગની પ્રવૃત્તિ દ્વારા આત્મા કાર્યણવર્ગણા સાથે આ પ્રમાણે જોડાય છે:
•
૧૭ જૈન યોગ
•
·
જો કોઈ પ્રવૃત્તિ કલ્યાણકારી હેતુ સાથે જોડાઈ જાય તો પુણ્યનું કારણ બને છે અને પુણ્ય કર્મ બંધાય છે.
જો તે અશુભ હેતુ સાથે જોડાય તો તે પાપનું કારણ બને છે.
જો આ જ કલ્યાણકારી પ્રવૃત્તિ શુદ્ધ (પવિત્ર) હોય એટલે કે કોઇ પણ પ્રકારના ફળની આશા વગર અથવા કર્તા ભાવ વગર કરેલ હોય તો આત્મામાં કોઈ કંપન થતું નથી અને તેથી કોઈ કર્મબંધ પણ નથી. પરંતુ જુના કર્મોની નિર્જરા થાય છે.
યોગનાં ચાર પ્રાથમિક માર્ગો
ભારતીય પ્રણાલી સ્પષ્ટ પણે કહે છે કે યોગનાં પ્રાથમિક ચાર માર્ગો છે જે આત્માને ભૌતિકતામાંથી મુક્તિ તરફ લઈ જાય છે. જે આ પ્રમાણે છે. ૧. ભક્તિ યોગ
સર્વોપરી પ્રેમ અને આત્માને અત્યંત સુખના આનંદનો અનુભવ થાય એ ભક્તિયોગનો હેતુ છે. તેના કેન્દ્રમાં ભક્તિ અને સમર્પણ દ્વારા સત્યની અનુભૂતિ કરવાનું છે. પ્રાર્થના, આચાર પદ્ધતિ અને ક્રિયાકર્મને લક્ષમાં રાખી તેની પ્રવૃત્તિ થાય છે. કીર્તન, ગાવું અને ભગવાનનો
જૈન દર્શન અને આચારની સરળ સમજ
109