________________
૧૩ આચારના પાયાના સિદ્ધાંતો અને વ્રતો
એટલો જ વિચાર કરવાનો કે આ મતો માનવજીવન માટે હકારાત્મક રીતે લેવાતા હોવા જોઇએ. અનેકાન્તવાદના લક્ષણો જીવ માત્ર પ્રત્યે શાંતિ અને સમતા યુક્ત વ્યવહાર કરવો. બધી શક્યતાઓમાં (મતમાં) વિશ્વાસ રાખો અને એમ સ્વીકારો કે ઉપલક દ્રષ્ટિએ વિરોધી દેખાતા મતમાં પણ સત્ય રહેલું હોય છે જો તે મતો માનવજીવન માટે હકારાત્મક રીતે લેવાતા હોય તો. ધ્યાનમાં રાખવું કે તમે જે સત્ય રજૂ કર્યું તે આંશિક સત્ય છે અને સામાવાળો (પ્રતિસ્પર્ધી) જે હકારાત્મક સત્ય રજૂ કરે તેને પણ સ્વીકારવું કરણકે તે પણ આંશિક સત્ય છે. અનેકાંતવાદ વિચાર અને ભાષાની હિંસા રોકે છે. તેને અહિંસાની સમજશક્તિવાળી અભિવ્યક્તિ પણ કહેવાય છે. અનેકાંતવાદ અને સ્યાદવાદની ઊંડી સમજ માનવીની ક્રિયા-પ્રતિક્રિયા જેમકે ઝઘડો, વેર-ઝેર, દુ:ખ, તિરસ્કારને સમજીને દૂર કરવામાં ઉપયોગી થાય છે. તેવી જ રીતે સામાજિક સમસ્યાઓ અને રાષ્ટ્રીય સંઘર્ષને સમજવામાં પણ ઉપયોગી છે. વધારે મહત્વનું તો આ બોધ વૈશ્વિક મતભેદ અને સંઘર્ષનું નિરાકરણ લાવવામાં મદદ કરે છે. અપરિગ્રહ જૈન સાધુઓ અપરિગ્રહી હોય છે. પરંતુ જૈન ધર્મનું પાલન કરનાર દરેક શ્રાવકે પોતાના આનંદ માટે ઘણા ભૌતિક સાધનો ભેગા કરવાની ઈચ્છા ઓછી કરવી જોઈએ. ઈચ્છાઓ કાબૂમાં રાખો અને વસ્તુઓનો વપરાશ મર્યાદામાં રાખો. જરૂર કરતાં વધારે સાધનસામગ્રી વાપરવી, કુદરતની કોઈપણ વસ્તુનો ખોટો બગાડ કરવો અને વાતાવરણને પ્રદૂષણ કરવું એ એક પ્રકારની ચોરી તેમજ એક પ્રકારની હિંસા છે.
જૈન દર્શન અને આચારની સરળ સમજ
85