________________
વિભાગ-૩ જૈન આચાર
સચિત પાણી, હવા અને પૃથ્વી વિગેરેનો જીવન ટકાવવા જરૂર પૂરતો ઉપયોગ કરવો પરંતુ તેનો ખોટો વ્યય ન કરવો કારણકે તેઓમાં પણ એકેંદ્રીય જીવ છે.
હાલતા ચાલતા એટલે કે ત્રસ જીવો (બે થી પાંચ ઇંદ્રિયોવાળા જીવો)ની હિંસા શ્રાવક શ્રાવિકાઓ ને પણ કરવાની મનાઈ છે.
અહિંસા એટલે માત્ર શારીરિક હિંસા ન કરવી એવું નહીં પણ કોઈના મનને પણ દુઃખ ન પહોંચાડવું. અહિંસા એટલે આપણી સાથેના માણસો અને બીજા જીવો પ્રત્યેનો દયાભાવ એ અર્થ પ્રેરિત છે.
પ્રાચીન ધર્મ ગ્રંથો તો કહે છે કે બીજાને હાનિ પહોંચાડવાનો ઇરાદો અથવા આપણામાં દયાનો અભાવ એ હિંસક ક્રિયા જ છે. બીજા પ્રત્યેની હિંસાનો ભાવ તે આપણા પોતાના આત્માની જ હિંસા છે કારણ કે તેનાથી અશુભ કર્મ બંધાય છે જે આધ્યાત્મિક પ્રગતિ અને મોક્ષ પ્રાપ્તિના માર્ગમાં વિઘ્ન રૂપે છે.
અનેકાંતવાદ
સતત બદલાતી આ સૃષ્ટિમાં ગમે તે પરિસ્થિતિમાં અસંખ્યાત મતો પ્રવર્તે છે. આ મતો સ્થળ, સમય, સંજોગો અને વ્યક્તિગત વિચારધારા પર આધારિત છે.
અનેકાંતવાદ એટલે બધી વિચારધારા (મતો) ને જુદી જુદી દ્રષ્ટિએ જોવી અને જે વાસ્તવિકતાને અનુરૂપ હોય, નિર્વિવાદ સ્વભાવ (પ્રકૃતિ) અને આધારભૂત મતનો ઇન્કાર ન કરતા હોય તે બધા મતો નો સ્વીકાર કરવો. જે સર્વમાન્ય મતથી ઓળખાય છે.
આ બોધ સ્યાદ્વાદ કે સાપેક્ષતાવાદ તરફ દોરી જાય છે, જે સમજાવે છે કે સત્યની અભિવ્યક્તિ જુદા જુદા મત પ્રમાણે સાપેક્ષ છે. જેને આપણે અનેકાંતનથી ઓળખી છીયે. જે એકની દ્રષ્ટિથી સત્ય છે તે બીજાના મતથી ચર્ચા કરવા યોગ્ય છે. સંપૂર્ણ સત્ય કોઈ એક ચોક્કસ મત કે દ્રષ્ટિથી પકડી શકાતું નથી. સંપૂર્ણ સત્ય એ જુદા જુદા મતના વ્યક્તિગત સત્યને સમગ્રતયા આવરી લે છે પછી ભલે તે બંને એકબીજાંથી વિસંગત લાગતાં હોય. ફક્ત
84
જૈન દર્શન અને આચારની સરળ સમજ