________________
૧૩ આચારના પાયાના સિદ્ધાંતો અને વ્રતો
૧૩. આચારના પાયાના સિદ્ધાંતો અને વ્રતો
આચારના પાયાના ત્રણ સિદ્ધાંતો
અહિંસા, અનેકાન્તવાદ અને અપરિગ્રહ આ ત્રણ જૈન ધર્મના આચારના મૂળભૂત સિદ્ધાંતો છે.
અહિંસા - રક્ષા અને દયા ધર્મ
જૈન ધર્મનો પાયાનો સિદ્ધાંત એટલે “અહિંસા પરમો ધર્મ”.
વ્યવહારિક દ્રષ્ટિ એ ધર્મ એટલે ફરજ એટલે અહિંસા, દયા અને કરુણામય જીવન જીવવું તે આપણી ફરજ છે.
ધાર્મિક-આધ્યાત્મિક દ્રષ્ટિએ ધર્મ એટલે દ્રવ્યનું (પદાર્થનું) સાચુ સ્વરૂપ. એટલે આપણે આત્માના શુધ્ધ સ્વરૂપના ગુણો પ્રમાણે જીવન જીવવું જોઇએ. દયાધર્મ અને અહિંસા એ આધ્યાત્મિક દ્રષ્ટિએ માનવ આત્માનું સાચું સ્વરૂપ છે.
રચનાત્મક દ્રષ્ટિએ અહિંસા એટલે - જીવમાત્રની રક્ષા કરી, મદદ કરી તેનું જતન કરવું. તેથી વૈશ્વિક મૈત્રી, ક્ષમા અને અભય આવશ્યક બને છે.
વળી જૈન સૂત્ર (ઉક્તિ) પ્રમાણે “પરસ્પરોપગ્રહો જીવાનામ્” એટલે કે “જીવમાત્રે (આત્માએ) એક બીજાને સહાયક થવું. (ઉપકાર કરવો)” “જીવો અને બીજાને જીવવામાં મદદ કરો” - જૈન ધર્મનો મુદ્રાલેખ છે.
અહિંસાનો અર્થ એટલે માત્ર માનવ જીવની જ નહીં પણ દરેક જીવ માત્રની રક્ષા કરવી અને તેનું પાલન કરવું એવો છે. ધર્મ ગ્રંથો કહે છે કે કોઈની પણ નિંદા ન કરો, ઈજા ન પહોંચાડો, કોઈને અપમાન, દમન, પીડા કે દુઃખ ન આપો.
શ્રાવક જીવન માટે જૈન ધર્મની અહિંસાની વ્યાખ્યા
માનવ જીવન હિંસા વગર ટકી ન શકે. એટલે આપણું જીવન ટકાવવા માટે ઓછામાં ઓછી એકેંદ્રીય જીવોની હિંસા કરવી તે જૈન ધર્મની અહિંસાની વ્યાખ્યા શ્રાવક શ્રાવિકાઓ માટે છે. તેથી આપણે વનસ્પતિ, શાકભાજી કે
જૈન દર્શન અને આચારની સરળ સમજ
83