________________
વિભાગ-૩ જૈન આચાર
અન્ય જીવો પ્રત્યે સદભાવ રાખવો, પર્યાવરણને દોષિત ન કરવું તે પણ અપરિગ્રહનું એક અંગ છે. અને તેના મૂળમાં અહિંસા જ રહેલી છે. ઉદાર હાથે દાન આપવું અને સામાજિક અને ધાર્મિક કામો માટે પોતાનો સમય આપવો. આ સામાજિક ફરજની ભાવના ધાર્મિક શિક્ષણ દ્વારા જૈનોને આપવામાં આવે છે. જેના ફળસ્વરૂપે જૈન સમાજ સ્કૂલો, કોલેજો, હોસ્પિટલો, દવાખાના, અનાથાશ્રમો, અપંગો માટે સારવાર કેન્દ્ર તથા પુનર્વસવાટ કેમ્પ, ઘરડાં કે માંદા પશુ-પક્ષીની સારવાર માટેની હોસ્પિટલો સ્થપાય છે અને તેની સંભાળ પણ રખાય છે. આધુનિક સમયમાં જૈન આચારનો આદર જૈન ધર્મના સિદ્ધાંતો ને યથાર્થ દ્રષ્ટિએ જોઇએ અને તેના યોગ્ય દર્શન અને શુદ્ધ ભાવને વળગી રહીને સમજીએ તો આધુનિક સમય સાથે અનુરૂપ છે. તે ઓછામાં ઓછી હિંસા અને ઓછામાં ઓછા પરિગ્રહનું તેમજ આત્મસંયમનું સમર્થન કરે છે. આવા આચારથી અત્યારના જીવનમાં આંતરિક શાંતિ અને સંતોષ આવે છે. અહિંસા જીવનની સ્વાયત્તતાને મજબૂત કરે છે, અનેકાંતવાદ વાણી અને વિચારની સ્વાયત્તતાને મજબૂત કરે છે અને અપરિગ્રહ જે અન્યોન્ય ઉપર આધાર રાખવાની સ્વાયત્તતાને મજબૂત કરે છે. આ ત્રણ વ્યવહારુ સિદ્ધાંતો આપણી શ્રદ્ધાને મજબૂત કરે છે કે જીવમાત્રને જીવવાનો અધિકાર છે. આ સિદ્ધાંતો ત્રણ આચરણ પદ્ધતિમાં આલેખી શકાય. • કોઈની હિંસા ન કરવી કે કોઈને દુઃખ ન દેવું. બીજા જીવોને દયાભાવ
પૂર્વક આચરણ કરીને આદર આપવો. • જીવન ઓછામાં ઓછી હિંસાથી અને ઓછામાં ઓછા પરિગ્રહથી જીવન
જીવવાથી સમાજની આર્થિક, નૈતિક, અને ધાર્મિક વ્યવસ્થા સુધરે છે અને પર્યાવરણનું પણ રક્ષણ થાય છે. બીજાના વિચારોને રોળી નાંખવા નહીં અને ખંડન ન કરવા, પરંતુ વિચાર વિનિયમ કરવો.
86
જૈન દર્શન અને આચારની સરળ સમજ