________________
૧૩ આચારના પાયાના સિદ્ધાંતો અને વ્રતો
જો આપણે આ ત્રણ સિદ્ધાંતોને પૂરે પૂરા સ્વીકારીએ તો ક્યારેય લડાઈ-ઝઘડા નહીં થાય. આર્થિક શોષણ નહીં થાય, જીવોના એકબીજા સાથેના તેમજ આસપાસની પરિસ્થિતિ સાથેના ઉદાર સંબંધોનો નાશ નહીં થાય. ટૂંકમાં જગતના જીવમાત્રની રક્ષા કરવા અને નૈતિક જીવન જીવવા આપણે અહિંસા દ્વારા મૈત્રી અને વિશ્વશાંતિ સ્થાપવી જોઈએ. આપણે આ જગતમાં નિસ્વાર્થ વૃત્તિથી, આત્મસંયમ અને અપરિગ્રહ દ્વારા સામાજિક સમાનતા સ્થાપવી અને પર્યાવરણની સાચવણીમાં વૃદ્ધિ કરવી જોઇએ. આધુનિક સમયમાં પ્રાણીજન્ય ખોરાક અને તેમાંથી બનાવેલી વસ્તુઓ ન વાપરવી કારણકે તે પંચેંદ્રિય પ્રાણીઓના ઉપર ખુબજ હિંસા કરીને બનાવવામાં આવે છે. શુદ્ધ શાકાહારી એટલે કે વિગન જીવન પદ્ધતિ અપનાવવી જોઇએ. પ્રાણીજન્ય ખોરાકમાં દૂધમાંથી બનતી બધી વસ્તુઓ જેવી કે દૂધ, ચીઝ, માખણ, ઘી અને આઈસક્રીમ અને માંસ, મચ્છી, ઈંડા, મધ, ચામડાના બૂટ અને બીજી વસ્તુઓ જેમકે સિલ્ક, ફર અને મોતી જેવી વસ્તુઓનો પુરેપુરો ત્યાગ કરવો જોઇએ. જરૂરિયાતોને અને વપરાશને ઓછા કરવા. કુદરતી વસ્તુનો બગાડ કરવો નહીં. નકામી વસ્તુઓને ફરી વાપરી શકાય તેવી બનાવવી. અશક્ત અને દલિતોને આગળ લાવવા મદદ કરવી તે જૈન ધર્મના મૂળ સિદ્ધાંતો છે. આજના સમયમાં પર્યાવરણને દોષિત કરવાથી આપણે દુનિયાના બધા જ જીવોને દુ:ખી કે તેઓની હિંસા કરી રહ્યા છીયે. તેમાં પણ જલચર પ્રાણીઓની ઘણી જ હિંસા એક વખત વાપરેલા અને પછી કચરામાં નાંખેલા પ્લાસ્ટિક પ્લેટ અને ફોમ ગ્લાસથી થાય છે. “કુદરત આપણી જરૂર જેટલું પૂરતું આપે છે પણ નહીં કે આપણા લોભ જેટલું” માટે આપણે બીજાના જીવન પર કે વાતાવરણ પર નકારાત્મક અસર ન પડે તેવું દયાપૂર્ણ અને નૈતિક જીવન જીવવું જોઇએ.
જૈન દર્શન અને આચારની સરળ સમજ
87