________________
વિભાગ-૩ જૈન આચાર
૧૪. સાધુ અને શ્રાવકના આચારો
સાધુના પાંચ મહાવ્રત
શુદ્ધ આચાર માટે નીચેના પાંચ મહાવ્રતો જૈન સાધુએ અનુસરવા જોઇએ. કોઈપણ જીવને દુઃખ ન પહોંચાડવું.
૧. અહિંસા
૨. સત્ય
૩. અસ્તેય
(અચૌર્ય)
હંમેશા સત્ય બોલવું પણ કોઈને દુઃખ પહોંચે એવું સત્ય બોલવું નહીં અથવા શાંત રહેવું.
કોઈએ આપી ન હોય તેવી માલ-મિલકત લેવી નહીં.
૪. બ્રહ્મચર્ય
ઇન્દ્રિય સુખમાં મન સંતોષવું નહીં.
૫. અપરિગ્રહ સ્થળ, વસ્તુઓ કે લોકોથી સંપૂર્ણ અલિપ્ત રહેવુ. જૈન ધર્મનો સર્વોત્તમ આદર્શ છે અહિંસા અને જીવદયા. જીવમાત્ર પ્રત્યે આદરભાવ, અપરિગ્રહ અને માલિકીપણાનો અભાવ. મન, વચન, અને કાયાના આચારથી આ આદર્શોનું એટલે કે મહાવ્રતોનું પાલન કરવું. તદ્ઉપરાંત જીવ માત્ર પ્રત્યે પ્રેમ અને કરુણાનો આ ધર્મ છે.
જૈન ધર્મ મન, વચન અને કાયાથી યથાશક્તિ પુરુષાર્થ કરી આ પાંચ મહાવ્રતોનું પાલન પાળવાનું કહે છે. સાધુ-સાધ્વીને આ પાંચ મહાવ્રત પ્રાણાન્તે પણ પાળવાના હોય છે.
88
શ્રાવકના બાર વ્રત
પંચ મહાવ્રતોનું પાલન સામાન્ય લોકો ચુસ્ત રીતે કરી શકતા નથી તેથી તેઓના પાલન માટે પાંચ અણુવ્રતો નો ઉપદેશ આપેલ છે. આ પાંચ અણુવ્રતો ઉપરાંત ત્રણ ગુણવ્રતો અને ચાર શિક્ષાવ્રતોનું એમ બાર વ્રતોનું પાલન શ્રાવકે કરવાનું હોય છે.
જૈન દર્શન અને આચારની સરળ સમજ