________________
પાંચ મુખ્ય અણુવ્રત: - અહિંસા
- સત્ય
· અસ્તેય
- સ્વદારા સંતોષ - અપરિગ્રહ
શ્રાવકના બાર વ્રતો
ત્રણ ગુણવ્રતો:
દિવ્રત અથવા
૧૪ સાધુ અને શ્રાવકના આચારો
દિગવ્રત
- ભોગ-ઉપભોગ
- અનર્થદંડ
ચાર શિક્ષા વ્રત:
· સામાયિક
- દેશાવકાશિક
પૌષધ
અતિથિ સંવિભાગ
પાંચ મુખ્ય અણુવ્રત ૧. અહિંસા અણુવ્રત
કોઈ ત્રસ એટલે કે હાલતા ચાલતા જીવોને (બેઈન્દ્રિયથી પંચેન્દ્રિય જીવોને) જાણી જોઈને હાનિ પહોંચાડવી જોઈએ નહીં અને આપણા દેહના નિભાવ માટે વનસ્પતિ, પાણી, અગ્નિ, પૃથ્વી અને હવાના જીવોનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો.
બની શકે તો આપણે દેશ, સમાજ, કુટુંબ, જીવન, માલમિલકત અને ધાર્મિક સંસ્થાઓનું ઓછામાં ઓછા ઘર્ષણ સાથે રક્ષણ કરવું જોઈએ.
૨. સત્ય અણુવ્રત
હમેશાં સત્ય બોલવું અને કોઈને દુઃખ કે મુશ્કેલી ન પડે તેવું સત્ય બોલવું, નહીં તો મૌન રાખવું.
૩ અસ્તેય અથવા અચૌર્ય અણુવ્રત
કોઈએ આપી ન હોય તેવી માલ-મિલકત લેવી નહીં અને તેનો ઉપયોગ કરવો નહીં.
જૈન દર્શન અને આચારની સરળ સમજ
89