________________
વિભાગ-૩ જૈન આચાર
૪ સ્વદારા સંતોષ કોઈ પણ વ્યક્તિએ બીજા કોઈની સાથે વિજાતીય સંબંધ ન રાખવો જોઈએ પણ પતિ કે પત્ની સાથે પ્રામાણિક સંબંધ હોવો જોઈએ. વળી પોતાની જાતને પતિ કે પત્ની સાથે પણ વધુ પડતા જાતીય આનંદને
છૂટથી માણતા રોકવી જોઈએ. ૫ અપરિગ્રહ અણુવ્રત
દરેકે પોતાની જરૂરિયાતો મર્યાદામાં રાખવી જોઈએ. જેમકે પ્રાપ્ત કરેલી વસ્તુ અને માલિકી જેવી કે જમીન, સ્થાવર મિલકત કીમતી વસ્તુઓ, પ્રાણીઓ, પૈસા વગેરે વધારાની વસ્તુ સામાન્ય લોકો માટે વાપરવી જોઈએ. આપણે રોજિંદી ખાવાની વાનગીઓ, વસ્તુઓ અને તેના પ્રમાણની પણ મર્યાદા બાંધવી જોઈએ. ત્રણ ગુણવ્રતો ૬ દિક્વત અથવા દિગવત દરરોજ જીવન વ્યવહાર માટે મુસાફરી માટે દિશાની મર્યાદા કરવી. જીવન પર્યંત ચારે દિશા, ચારે વિદિશા તથા ઉપર-નીચે એમ દસે દિશામાં જવા-આવવાની કરેલ મર્યાદાની બહાર જવું નહીં. ૭ ભોગ-ઉપભોગ વ્રત સામાન્ય રીતે કોઈ વસ્તુના ભોગ-ઉપભોગના આનંદથી કે ઉપયોગથી પાપમાં પડાય છે માટે આ બંને પ્રકારના ઉપયોગની શક્તિ અને
જરૂરિયાત પ્રમાણે મર્યાદા બાંધવાનું આ વ્રત છે. ૮ અનર્થદંડ વ્રત
જરૂરિયાત વગરના પાપથી અટકવું. હેતુ કે જરૂર વગરનું વિચારવું, બોલવું કે નૈતિક ગુનો કરવો કે ખોટી શિખામણ આપવી, હુમલો કરવા શસ્ત્રો બનાવવા કે પૂરા પાડવા, બિભત્સ સાહિત્ય વાંચવું કે સાંભળવું,
- 90
.
જૈન દર્શન અને આચારની સરળ સમજ