________________
૧૪ સાધુ અને શ્રાવકના આચારો
ઘાસ ઉપર જરૂર વગર ઉતાવળિયું ચાલવું – આવા બધા પાપો કોઈએ
ન કરવા.
ચાર શિક્ષા વ્રત
૯ સામાયિક વ્રત
સમતાભાવની પ્રાપ્તિ અને કષાયોનો ત્યાગ તેને સામાયિક વ્રત કહેવાય છે. ૪૮ મિનિટ સુધી એક જ આસને બેસી ધર્મપ્રવૃત્તિ જેવી કે ધાર્મિક પુસ્તક વાંચવું, ભક્તિ કરવી કે ધ્યાન દ્વારા મનને સ્થિર રાખવાનું આ વ્રત છે.
૧૦. દેશાવકાશિક વ્રત (દેશવિરતિ)
દિવ્રત અને ભોગ-ઉપભોગ વ્રતમાં જે સંયમ રાખ્યો હોય તેમાં રહીને નવો સંયમ લેવાનું વ્રત છે. વ્યાપારનું ક્ષેત્ર, ઉપયોગની વસ્તુઓને ચોક્કસ દિવસો માટે મર્યાદામાં બાંધવી. પછી એ નિયમ ને ધીમે ધીમે જીવન પર્યંતનો કરવો.
૧૧. પૌષધ વ્રત
આ વ્રતમાં વ્યક્તિએ એક દિવસ માટે કે વધારે દિવસો માટે સાધુ જીવન જીવવાનું હોય છે. આ વ્રત દરમ્યાન વ્યક્તિએ બધી પાપ પ્રવૃત્તિઓ છોડી દેવી, ઈન્દ્રિયજન્ય આનંદ આપતા પદાર્થોથી દૂર રહેવું અને મન વચન અને કાયાથી સંયમમાં રહેવું. આ સમયે વ્યક્તિ પાંચ મહાવ્રતોનું સંપૂર્ણ પાલન કરે છે.
૧૨. અતિથિ સંવિભાગ વ્રત (આદરભાવથી કરેલ દાન) પોતાની માલિકીની વસ્તુઓ જેમ કે કપડાં, દવાઓ, શુધ્ધ ખોરાક, આશ્રયસ્થાન વગેરે જરૂરિયાતવાળી કોઇ પણ વ્યક્તિને આદરભાવ સાથે આપવો.
જૈન દર્શન અને આચારની સરળ સમજ
91