________________
વિભાગ-૩ જૈન આચાર
સંલેખના અથવા સંથારાની પ્રક્રિયા જૈન ધર્મ આધ્યાત્મિક ક્ષેત્રે ખૂબ જ ઊંડી ઉતરેલ વ્યક્તિને સંલેખનાની યોગ્ય ક્રિયા દ્વારા સ્વૈચ્છિક મૃત્યુની સંમતિ આપે છે. જે વ્યક્તિ આધ્યાત્મિકતામાં ઘણી આગળ વધી હોય અને જ્યારે એ વ્યક્તિને દૃઢ રીતે લાગે કે અસાધ્ય રોગથી, નબળાં સ્વાથ્યથી કે વૃદ્ધાવસ્થાથી તે સમાજને ભાર રૂપ છે. અને દેહ સાધનાને યોગ્ય શક્તિ ધરાવતો નથી ત્યારે એવા ચોક્કસ સંજોગોમાં ગુરુ મહારાજ તેમની દેખરેખ હેઠળ જ ક્રમિક જીવનનો અંત લાવવાની - સંલેખનાની પરવાનગી તે વ્યકિતને આપે છે. આ પ્રતિજ્ઞા લીધા પછી વ્યકિત ધીમેધીમે ખોરાક બંધ કરી દે છે અને પછી પાણી પણ બંધ કરી દે છે. સામાન્યતઃ વ્યક્તિ ૩૦ થી ૧૨૦ દિવસમાં મૃત્યુ પામે છે. સંલેખના એ આધ્યાત્મિક પ્રક્રિયા છે. જેમાં વ્યક્તિ સાંસારિક સંબંધો, દુશ્મનાવટ અને ભૌતિક વસ્તુઓ પ્રત્યેનો માલિકીપણા સાથેનો રાગ છોડે છે. તેને કોઈ અસંતોષ નથી, કોઈ દુઃખ નથી, ભય કે ખેદ નથી, તેમજ પાપ કર્યાનું દુઃખ નથી. શુદ્ધ મનથી, બીજાને માફ કરીને અને પોતાને માફ કરવાની વિનંતી કરે છે. તેનું મન શાંત અને સ્વસ્થ, હૃદય વિશ્વપ્રેમ અને કરુણાથી ભરેલું હોય છે. આવી સ્વસ્થ સ્થિતિમાં મૃત્યુ થાય તેને સમાધિ મરણ કહેવાય
આ સ્વેચ્છાએ સ્વીકારેલી મૃત્યુની પ્રક્રિયા છે. જેમાં સંપૂર્ણ જાગૃતતા સાથે અત્યંત શુદ્ધ ધ્યાનની સ્થિતિ હોય છે. તે હતાશાનો આવેગ કે સખત ક્રોધના આવેશથી પ્રેરિત નથી હોતું. વ્યક્તિ પૂરી સભાનતાથી, મનોવિકારથી પર થઈ, સંપૂર્ણ સ્વસ્થતા સાથે અંદરની શાંતિને વિક્ષેપ ન પડે તેમ અંતરાત્મામાં ઉતરે છે.
આમ આપઘાત અને સંલેખના માં મૂળભૂત તફાવત રહેલો છે. આપઘાત એ આવેશના ઊભરાનું પરિણામ છે. જ્યારે સંલેખના એ મનોવિકાર વગરની અથવા આવેગ વગરની સ્થિતિનું પરિણામ છે. જૈનધર્મ જીવનનો એકાએક
92
જૈન દર્શન અને આચારની સરળ સમજ