________________
૧૧ ગુણસ્થાન અથવા ગુણશ્રેણી
મિથ્યાદૃષ્ટિ, ધાર્મિક દૃષ્ટિએ જે પાપ ગણાતું હોય તેને પાપ સમજતો નથી; ભૌતિક સુખ મેળવવા પાછળ મસ્ત હોવાથી એ માટેનો માર્ગ લેવામાં પુણ્યપાપનો ભેદ એને ગ્રાહ્ય નથી; એ પાપમાર્ગને પાપમાર્ગ સમજતો નથી. મિથ્યાદૃષ્ટિ કોઈનું ભલું કરતો હોય તો પણ સ્વાર્થ, પક્ષપાત કે કૃતજ્ઞતાના હિસાબે કરતો હોય છે, જ્યારે સમ્યગ્દષ્ટિ એ ઉપરાંત સ્વાર્પણભાવનાનું સાત્વિક તેજ પણ ધરાવતો હોય છે. એના માં અનુકમ્પા અને બંધુભાવ ની વ્યાપક વૃત્તિ હોય છે.
(૦૫) દેશવિરતિ સમ્યગ્દષ્ટિ
સમ્યગ્દષ્ટિપૂર્વક, ગૃહસ્થ ધર્મનાં વ્રતોનું રીતસર પાલન કરવું એ ‘દેશવિરતિ છે. સર્વથા નહિ, કિંતુ દેશતઃ અર્થાત્ અંશતઃ ચોક્કસપણે પાપયોગથી વિરત થવું એ ‘દેશવિરતિ’ શબ્દનો અર્થ છે. દેશવિરતિ એટલે મર્યાદિત વિરતિ.
(૦૬) પ્રમત્ત ગુણસ્થાન
મહાવ્રતધારી સાધુજીવનનું આ ગુણસ્થાન છે. પરંતુ અહીં સર્વવિરતિ હોવા છતાં પ્રમાદ હોય છે. ક્યારેક ક્યારેક કર્તવ્ય કાર્ય કરવાનું ઉપસ્થિત થવા છતાં આલસ્યાદિને લીધે જે અનાદર બુદ્ધિ પેદા થાય છે તે પ્રમાદ છે. પરંતુ જેમ ઉચિત માત્રામાં ઉચિત ભોજન લેવું એ પ્રમાદમાં ગણાતું નથી, તેમ જ ઉચિત નિદ્રા પ્રમાદમાં ગણાતી નથી, તેમ કષાય પણ મન્દ હાલતમાં હોતાં અહીં પ્રમાદમાં ગણવામાં આવ્યો નથી, પણ તીવ્રતાને ધારણ કરે ત્યારે તે અહીં પ્રમાદમાં ગણવામાં આવ્યો છે. કેમકે એમ તો કષાયોદય આગળ સાતમા ગુણસ્થાનથી દશમા ગુણસ્થાન સુધી છે પણ તે મંદ થતો જતો હોઈ તેને ‘પ્રમાદ’ કહેવાતો નથી.
(૦૭) અપ્રમત્ત ગુણસ્થાન
પ્રમાદમુક્ત મુનિવરનું આ સાતમું ગુણસ્થાન છે. સંયમી મનુષ્ય ઘણીવાર પ્રમત્ત અને અપ્રમત્ત અવસ્થામાં ઝોલાં ખાતો હોય છે. કર્તવ્યમાં ઉત્સાહ અને સાવધાની બન્યાં રહે એ અપ્રમત્ત અવસ્થા છે. એ અવસ્થામાં ચલિત પણું આવતાં થોડા વખતમાં પાછી પ્રમત્તત્તા આવી જાય છે.
જૈન દર્શન અને આચારની સરળ સમજ
73