________________
વિભાગ-૨ તત્વજ્ઞાન
(૦૩) મિશ્રગુણસ્થાન આત્માના એવા વિચિત્ર અધ્યવસાયનું નામ છે કે જે સમ્યત્ત્વ અને મિથ્યાત્વ બન્નેના મિશ્રણરૂપ છે.
જ્યારે કોઈ જીવને સત્યનું દર્શન થાય છે ત્યારે તે આશ્ચર્યચકિત જેવો બની જાય છે. પરંતુ ઘણી વખત એના જૂના સંસ્કાર અને પાછળ તરફ ખેંચે છે. અને સત્યનું દર્શન આગળ ખેંચે છે. આમાં પૂર્ણ વિવેક પ્રાપ્તિ હોતી નથી, સમ્યત્વ અને મિથ્યાત્વનું મિશ્રણ હોય છે, અર્થાત્ સન્માર્ગ વિષે શ્રદ્ધા પણ નહિ અને અશ્રદ્ધા પણ નહિ અથવા સત્ અને અસત બેઉ તરફ ખેંચનારી યા બેઉ વિષે "ભેળસેળ" જેવી શ્રદ્ધા હોય છે. આ ગુણસ્થાનની “ડોલાયમાન' અવસ્થા થોડા વખત માટે હોય છે. પછી તો એ કાં તો મિથ્યાત્વમાં પડે છે, કાં તો સત્યને પ્રાપ્ત કરે છે (૦૪) અવિરતિ સમ્યગદષ્ટિ વિરતિ વિના ની સમ્યગ્દષ્ટિ (સમ્યક્ત યા સમ્યગ્દર્શન) એ ‘અવિરતિ સમ્યગ્દષ્ટિ' શબ્દનો અર્થ છે. સમ્યત્વનો સ્પર્શ થતાં-ભવભ્રમણના કાળનો છેડો નિયત થઈ જાય છે. આત્મવિકાસની મૂળ આધારભૂમિ આ ગુણસ્થાન
છે.
મિથ્યાદૃષ્ટિ અને સમ્યગ્દષ્ટિ એ બે વચ્ચેનો ફેર આ પ્રસંગે જરા જોઈ લઈએ. મિથ્યાદૃષ્ટિમાં ધાર્મિક ભાવના નથી હોતી. બધા પ્રાણીઓ સાથે એકતા યા સમાનતા અનુભવવાની સદ્ધત્તિથી એ ખાલી હોય છે. અન્ય સાથે એનો સંબંધ સ્વાર્થનો કે બદલો લેવાનો જ હોય છે. સમ્યગ્દષ્ટિ ધાર્મિક ભાવનાશીલ અને આત્મદષ્ટિવાળો હોય છે. મારો આત્મા છે એવો જ બીજાનો આત્મા છે. એવી તેની શ્રદ્ધા હોય છે. આસક્તિવશાત, પોતાના સ્વાર્થ માટે બીજાના હિતનો ઉપરોધ કરવા જેવું દુષ્કૃત્ય એ કદાચ કરે તો પણ એ અનુચિત છે એમ એના અન્તરાત્માને ડંખ્યા કરે છે, એ માટે એને પશ્ચાત્તાપ થાય છે અને કામક્રોધાદિક દોષો અને પાપાચરણ ઓછાં થાય એવી એની મનોભાવના હોય છે.
72
જૈન દર્શન અને આચારની સરળ સમજ