________________
વિભાગ-૨ તત્વજ્ઞાન
અને જ્ઞાનથી આત્મબળ ખીલે છે અને તેનાથી છેવટે મુક્તિ મેળવે
નીચેનું (નિમ્ન) જગત –
આ પ્રદેશમાં ભવનપતિ દેવો અને નારકી જીવો (ભારે દુષ્ટ, શેતાની) રહે છે. અહીં સાત નરક છે. પહેલી ત્રણ નારકી જીવોને પરમાધામી દેવો ત્રાસ અને પીડા આપે છે. આ પરમાધામી દેવો ભવનપતિ દેવોની એક જાત છે. પછીની નરકોમાં નારકીના જીવો એક બીજાને ત્રાસ આપે છે અને તે ગ્યા ભયંકર ગરમી અને ઠંડીવાળા વાતાવરણની હોય છે તે ત્રાસદાયક ગ્યા હોય છે. તેમના મૃત્યુ
પછી તેઓ તિર્યંચ કે મનુષ્ય તરીકે જન્મે છે. અલોકાકાશ લોકાકાશની બહારના અનંત વિસ્તારને અલોકાકાશ કહે છે જે લોકાકાશથી અનંત ગણો મોટો અને ખાલી છે. કાળ (સમય). જીવ અને પુદ્ગલના અસ્તિત્વની અવસ્થા સતત બદલાતી રહે છે જેને પર્યાય કહે છે. આ બદલાતી અવસ્થાની ગણતરીને કાળ કહે છે. કાળ અથવા સમયને લગતા બે મતો જૈનધર્મમાં પ્રવર્તે છે. 1. કાળ એ કાલ્પનિક વાત છે, તેનું વાસ્તવિક કોઈ અસ્તિત્વ નથી. તેઓ | માને છે કે સૃષ્ટિના બંધારણમાં છ નહીં પણ મૂળભૂત પાંચ દ્રવ્યો છે. 2. કાળના બંધારણમાં અગણિત પુદ્રલો રહેલા છે. કાળના નાનામાં નાના
અવિભાજ્ય ભાગને સમય કહે છે. એકત્ર થયેલા સમયને પળ, સેકન્ડ, મિનિટ, કલાક, દિવસ, મહિનો, વર્ષ એમ કહેવાય છે. અરિહંત કે કેવલીના જ્ઞાનમાં અંકિત થયેલા સારભૂત તત્વ માં નાનામાં નાના ફેરફારને સમય કહે છે. જે કાળનું મૂળ એકમ છે.
32
જૈન દર્શન અને આચારની સરળ સમજ