________________
૦૯ નિર્જરા - બાંધેલા કર્મોનો નાશ કરવાના ઉપાયો
જરૂરી અને સાત્વિક ખોરાક લેવો જોઈએ. સ્વાદ અને મજા માટે ખોરાક ખાવો નહીં.
5. કાય ક્લેશ - સ્વેચ્છાએ સ્થિરતા રાખવી –
સ્વેચ્છાએ શરીરને કષ્ટ આપવું. અને તે પણ કષ્ટ આપતી વખતે વિહ્વળ બન્યા વગર સહન કરવું. બધા જ પ્રકારના તપની આ સામાન્ય સમજ છે. મુનિએ લોચ કરવો, ઠંડીમાં કે ગરમીમાં ખુલ્લા પગે ચાલવું, કાયાની માયા ઘટાડવી. આ પ્રમાણે કાયાને પડતા કષ્ટ સમભાવે સહન કરવાથી આધ્યાત્મિક પ્રગતિ સરળતાથી થઇ શકે છે.
6. સંલીનતા - પંચેન્દ્રિયનું સુખ જતું કરવું –
અંગોપાંગ સંકોચવા અર્થાત્ પદ્માસન કે વજ્રાસન જેવા આસનો દ્વારા અંગોને સાધના માટે કેળવવા. ઇન્દ્રિયો અને મનને અંતરમાં ઉતારી મન અને શરીરના આનંદને જતો કરવો. વિષય કષાયમાં દોડી જતી ઇંદ્રિયો ને રોકવી.
અત્યંતર તપ-આંતરિક તપ
બાહ્ય તપ આપણા શરીર અને મનને સંયમમાં રાખે છે અને આત્માને અત્યંતર તપ માટે તૈયાર કરે છે. અત્યંતર તપથી જ રાગ અને મોહ (કષાય) ને ઘટાડી શકાય છે અને તેનાથી આત્માના પરિણામ વિશુદ્ધ થાય છે અને તેથી બાંધેલા કર્મ ઉદયમાં આવે અને તેનું શુભાશુભ ફળ આપે તે પહેલા તે નિર્જરી દે છે અથવા તેના ઉદય વખતે તેની માત્રા ઘણી જ ઓછી કરે છે અને તેથી જ તે જ ખરું તપ છે. તેનાથી જ સકામ નિર્જરા થાય છે. 1. પ્રાયશ્ચિત્ત
આધ્યાત્મિક શુદ્ધિ માટે ભૂતકાળમાં થયેલા દોષો અને અપરાધ માટે પ્રાયશ્ચિત્ત કરવું અને ફરીથી એવા દોષો ન થાય તે પ્રમાણે જીવન જીવવું.
જૈન દર્શન અને આચારની સરળ સમજ
61