________________
૨૧ મુખ્ય સંપ્રદાયો
શ્વેતાંબર મૂર્તિપૂજક તેઓ મંદિરમાં તીર્થંકરની મૂર્તિની સ્થાપના કરી તેની પૂજા કરે છે. ભક્તિ કરે છે. તેઓ મંદિરમાર્ગી તરીકે પણ જાણીતા છે.
સ્થાનકવાસી - મૂર્તિપૂજામાં ન માનનારા મૂર્તિપૂજાનો વિરોધ કરનાર સંપ્રદાય શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયમાંથી છૂટો પડ્યો. આ સંપ્રદાય આશરે ઈ. ૧૪૫૦ માં લોકાશાહ નામના સંસારી વિદ્વાને સ્થાપ્યો.
તેરાપંથી - મૂર્તિપૂજામાં ન માનનારા મૂર્તિપૂજામાં ન માનનારા સ્થાનકવાસી સંપ્રદાયમાંથી બીજો તેરાપંથી સંપ્રદાય છૂટો પડ્યો. જેમણે દયા અને દાનનું અર્થઘટન જુદું કર્યું. આશરે ઈ. ૧૬૦૦માં આચાર્ય ભિક્ષુએ આ સંપ્રદાયની સ્થાપના કરી.
દિગંબર સંપ્રદાય
દિગંબર સાધુ કોઈ જ વસ્ત્ર ધારણ કરતા નથી. તેઓ જેમના ઘરે ભિક્ષા માટે જાય ત્યાં જ એક જ વખત જમે છે. તેઓ હાથમાં જ ખાવાનું લે (વ્હોરે) છે અને ઊભા ઊભા જ ખાઈ લે છે. દિગંબર સાધ્વીઓ યોગ્ય (જરૂરી) કપડાં પહેરે છે. દિગંબર સંપ્રદાય બીજા ત્રણ પેટા સંપ્રદાયમાં વિભાજિત થયો
છે.
બીસ પંથ - મૂર્તિપૂજક સંપ્રદાય
તેઓ તીર્થંકરની પ્રતિમા મંદિરમાં સ્થાપી પૂજે છે. ભટ્ટારક આ મંદિરના માલિક અને વ્યવસ્થાપક ગણાય છે. જેઓ જુદી જુદી ધાર્મિક વિધિઓ કરે છે. તેઓ લાલ કપડાં પહેરે છે. તેઓ મંદિરમાં જ રહે છે અને વાહનોનો ઉપયોગ પણ કરે છે. તેઓ બ્રહ્મચર્યનું પાલન કરે છે અને એક જ વખત જમે છે.
જૈન દર્શન અને આચારની સરળ સમજ
127