________________
વિભાગ-4 જૈન સંપ્રદાયો અને ધર્મગ્રંથો
૨૧. મુખ્ય સંપ્રદાયો
ગરીબ અને તવંગર, રાજા અને પ્રજા, પુરુષ અને સ્ત્રી, પુરોહિત કે પૂજારી, છૂત-અદ્ભૂત સર્વ કોમ અને કક્ષાના લોકો ભગવાન મહાવીરના પંથમાં જોડાયા હતા. ભગવાન મહાવીરે સ્પષ્ટ પણે જાહેર કરેલ કે આધ્યાત્મિક ઉન્નતિના માર્ગે દરેક પુરુષ અને સ્ત્રી સમાન છે અને દરેક વ્યક્તિ ઊંચ તથા નીંચના ભેદ વગરની છે. ઘણી સ્ત્રીઓ ભગવાન મહાવીરના પંથને અનુસરી સંસાર છોડી અનંત સત્ય અને શાશ્વત સુખની શોધમાં નીકળી પડી. જૈન ધર્મનું નોંધપાત્ર યોગદાન જો કોઈ હોય તો તે સમાજનાં ચારે વર્ગોમાં વર્ણભેદ દૂર કરી સમાનતા સ્થાપી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર ઉપરાંત સમાજનાં અછૂતોને પણ તેમણે સમાન ગણ્યા.
ભગવાન મહાવીરે તેમના અનુયાયીઓને ચાર ગ્રુપમાં ગોઠવ્યા. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. આ સામાજિક વર્ગ જૈન ચતુર્વિધ સંઘથી ઓળખાયો. ચોમાસાના ચાર મહિના બાદ કરતાં સાધુ-સાધ્વીઓ એક જ સ્થળે ૩૦ દિવસથી વધારે દિવસ રહેતા નથી. તેઓ ઉઘાડા પગે એક જગાએથી બીજી જગાએ જતાં, વાહન-વ્યવહારનો ઉપયોગ કરતાં નથી. સાધુ મુનિઓ સ્ત્રીઓને તેમજ સાધ્વીઓ ને સ્પર્શ કરતાં નથી એજ પ્રમાણે સાધ્વીઓ પણ સાધુઓને કે પુરુષોને સ્પર્શ કરતા નથી અને સાધુ તેમજ સાધ્વીઓ રાત્રિભોજન ત્યાગ કરેછે.
ભગવાન મહાવીરના નિર્વાણ પછી થોડી સદીઓમાં બે મુખ્ય સંપ્રદાયની સ્થાપના થઈ. દિગંબર અને શ્વેતાંબર.
શ્વેતાંબર સંપ્રદાય
સાધુ અને સાધ્વી સફેદ કપડા પહેરે છે. તેઓ સવારની ગોચરી અને સાંજની ગોચરી (જમણ) માટે ઘણાં ઘરોમાં ફરી દરેક ઘેરથી થોડી ગોચરી લેવાનું સ્વીકારી ઉપાશ્રયમાં વાપરે છે. સમય જતાં તેઓ ત્રણ મુખ્ય સંપ્રદાયમાં વિભાજિત થયા.
126
જૈન દર્શન અને આચારની સરળ સમજ