________________
૦૬ નવ તત્વ અને કર્મ સિધ્ધાંત
૦૬. નવ તત્ત્વ અને કર્મ સિધ્ધાંત જૈન દર્શનમાં કર્મનો બોધ એ બહુ મહત્વનો વિષય છે. તે જન્મ-મરણના ફેરા, સુખ, દુઃખ, બૌદ્ધિક અને શારીરિક શક્તિઓની અસમાનતા અને જુદા જીવોના અસ્તિત્વ વિષેની સમજણ તર્કસંગત રીતે આપે છે. જૈન ધર્મ માને છે કે અનાદિ કાળથી દરેક આત્મા તેના સાચા સ્વરૂપ અંગે અજ્ઞાન અને ભ્રાંતિમાં છે અને કર્મથી પણ બંધાયેલો છે. અજ્ઞાન અને ભ્રાંત આત્મા કર્મથી બંધાયેલો હોય ત્યારે સતત નવા કર્મો બાંધે છે. કર્મને કારણે જ આત્મા એક જન્મમાંથી બીજા જન્મના ફેરા કરે છે અને ઘણી સુખદ અને દુઃખદ પરિસ્થિતિમાંથી પસાર થાય છે. આપણો આત્મા જે કર્મ બાંધે છે તે આપણા શરીર, કે ભાષાની ક્રિયા કે પ્રયોગથી નહીં પણ તેની પાછળના આપણા હેતુ દ્વારા બાંધે છે. જૈન ધર્મનો આચાર આત્માના સિદ્ધ સ્વરૂપની અનુભૂતિ સુધી પહોંચવા પ્રયત્ન કરે છે જે તેના મૂળભૂત શુદ્ધ સ્વરૂપમાં છે. તે સ્વરૂપ પીડા, દુ:ખ, ઈચ્છા અને જન્મ મરણના બંધનથી મુક્ત છે. આ રીતે તે મુક્તિનો પાયો ચણે છે. કર્મ વિજ્ઞાન જીવનના ઘણા પાસાને આવરી લે છે જેમ કે આપણા પહેલાના કર્મ, આપણું અત્યારનું જીવન અને ભવિષ્યની સ્થિતિ, આ બાબતોને નવ તત્ત્વ અથવા પાયાના મૂળ સિદ્ધાંતો દ્વારા સરળતાથી સમજાવવામાં આવ્યા છે. આધ્યાત્મિક પ્રગતિ અને અંતિમ મુક્તિ માટે આ નવ તત્વનું સાચું જ્ઞાન ખૂબ જરૂરી છે. નવ મૂળભૂત તત્વો
ચૈતન્ય સહિત છે, જીવે છે, પ્રાણને ધારણ કરે છે, જ્ઞાન
અને ઉપયોગ મય છે. અજીવ ચેતના રહિત છે. પ્રાણ કે ઉપયોગ લક્ષણ રહિત છે. આસ્રવ જેના દ્વારા કર્મો બંધાય છે.
જૈન દર્શન અને આચારની સરળ સમજ
37