________________
વિભાગ-૩ જૈન આચાર
કક્ષાએ લાવે છે. આધ્યાત્મિક વિકાસ થાય ત્યારે શુક્લધ્યાન ઉદ્દભવે છે. જે આખરે આત્માની મુક્તિ કે નિર્વાણનું કારણ બને છે.
સારાંશ
અસીમ અને પરમ સુખ તથા મુક્તિદાયક સત્યના ધ્યેયની પ્રતિષ્ઠા કરવી એ આધ્યાત્મિક જીવનનું મૂળ સ્વરૂપ છે. તે પારમાર્થિક યોગ દ્વારા શક્ય છે.
યોગનો અભ્યાસ કરવા વ્યક્તિએ ભગવાનને શોધવાની જરૂર નથી. વ્યક્તિને પોતાને કર્મબંધમાંથી મુક્ત થતાં જે રોકે છે તે બંધનમાંથી છૂટવાની તીવ્ર ઈચ્છા હોવી જોઈએ. એક વખત આ બંધન છૂટી ગયું પછી તે પોતાની સાચી કાર્યક્ષમતા, તેનું સાચું સ્વરૂપ અને પોતાની અંદરના આત્મા-ભગવાનને સ્પષ્ટપણે જાણી શકે છે.
ચારે પ્રકારના યોગ; ભકિતયોગ, જ્ઞાનયોગ, કર્મયોગ અને અષ્ટાંગયોગ માનવ વ્યક્તિત્વના બધા સંસ્કારોને સમાવી લે છે. માનવ સ્વભાવમાં પ્રેમ, જ્ઞાન અને ક્રિયા આ ત્રણ દૈવી ક્રિયાશક્તિ રહેલી છે. જે ત્રણ યોગો; ભક્તિ યોગ, જ્ઞાન યોગ અને કર્મયોગ મન અથવા હૃદયની સંકલ્પશક્તિનો શરૂઆતમાં ઉપયોગ કરીને ધ્યાન તરફ લાવે છે. જ્યારે અષ્ટાંગ યોગ શરીરાદિને સંયમથી ધ્યાન તરફ લાવે છે.
જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ બંને મોક્ષપ્રપ્તિ માટે જ્ઞાનમાર્ગને મુખ્ય માર્ગ તરીકે સ્વીકારે છે. તેમ છતા આપણા ધર્મ ગ્રંથોમા બીજા બધા યોગને ઘણું જ મહત્વ આપેલ છે. જૈન આગમ સાહિત્યમાં એમ કહેવાયું છે કે અગણિત પ્રકારના જુદા જુદા યોગ દ્વારા મુક્તિ પ્રાપ્ત કરી શકાય છે. વાસ્તવમાં તીર્થંકરોએ બતાવેલા માર્ગદર્શન પ્રમાણે અને સંપૂર્ણ આત્મજાગૃતિ સાથે કરવામાં આવતો યોગ અથવા ક્રિયા પારમાર્થિક છે.
યોગનાં આ ચાર માર્ગો દ્વારા વ્યક્તિ અંદરના આત્માની અનુભૂતિ કરી શકે છે અને સંપૂર્ણ મુક્તિ પ્રાપ્ત થાય છે. અંતિમ મુક્તિની અવસ્થાએ બધા માર્ગો એક થઈ જાય છે. એટલે કે બધા મુક્તિ પામેલા આત્માઓના આધ્યાત્મિક ગુણો અને લાક્ષણિકતાઓ સરખી જ હોય છે.
116
જૈન દર્શન અને આચારની સરળ સમજ