________________
૧૫ જૈન દ્રષ્ટિએ નૈતિક જીવન પદ્ધતિ
જગાએ સૂકો મેવો અને ધાર્મિક પ્રસંગે જમણ દરમ્યાન શુદ્ધ શાકાહારી એટલે કે વીગન જમણ પીરસવું જોઈએ. આપણે યાદ રાખવું જોઇએ કે જો આપણે પોતાના ઉપયોગ માટે ડેરી પેદાશ વાપરીએ તો આપણે પોતે જ તે ક્રિયાના અને તેના પરિણામ રૂપે બંધાતા કર્મ કે પાપ માટે જવાબદાર છીએ. પણ જો મંદિરમાં કે ધાર્મિક પ્રસંગોમાં ડેરી પેદાશનો ઉપયોગ કરીએ તો આખા સંઘને તેનો દોષ લાગે છે તેનો વિચાર કરવો જોઈએ. અમેરિકાની યુવાન જૈન સંસ્થા YJA (Young Jains Of America) અને YJP (Young Jains Professional) સ્વીકારે છે કે ડેરી ઉદ્યોગમાં ગાયો ઉપર અત્યંત ક્રૂરતા આચરવામાં આવતી હોવાથી ધાર્મિક પ્રસંગોમાં ડેરી પેદાશોનો ઉપયોગ આપણા પાયાના સિદ્ધાંત અહિંસાની મોટી અવગણના થાય છે. લગભગ ૧૫% યુવાન જૈનો વીગન છે. આપણી આચાર પદ્ધતિમાં થતો આવો ફેરફાર યુવાનો આવકારે છે. ન્યુયોર્ક ટાઇમ્સ નોંધે છે કે - મોટા ભાગે નીતિધર્મની દ્રષ્ટિએ અને સ્વાથ્યની દ્રષ્ટિએ ૬૦ લાખ અમેરિકનો વીગન છે. અર્થાત દૂધ કે તેની બનાવટોનો સીધો ઉપયોગ માંસાહાર નથી લાગતો પણ દૂધ ઉત્પાદક પશુઓની દયાજનક સ્થિતિને લક્ષ્યમાં લઈ ઉપરોક્ત કારણોની સત્યતાનો સ્વીકાર કરવો જોઈએ. અને માંસાહાર કરવામાં જેટલી ક્રૂરતા દેખાય છે તેટલી જ ક્રૂરતા દૂધ અને તેની બનાવટ નો ઉપયોગ કરવામાં છે તે ખ્યાલ સતત રાખવો જોઇએ.
જૈન દર્શન અને આચારની સરળ સમજ
105