________________
૧૮ જૈન મંદિરો
તીર્થંકરની મૂર્તિ ઊંડા ધ્યાનમાં હોય તેવી ક્યાં તો પદ્માસનમાં બેઠેલી હોય અથવા સીધી ઊભી હોય તેવી હોય છે. તેમના મુખ અને આંખોમાંથી કરૂણા અને અંદરની શાંતિ ભક્તો પર વરસતી અનુભવાય છે. આ મૂર્તિ તીર્થંકરોના શરીરનું નહીં પણ તેમના અંદરના ગુણોનું પ્રતિનિધિત્વ કરે છે. તેથી બધાં તીર્થંકરોની મૂર્તિઓ એક સરખી છે.
બંને દિગંબર અને શ્વેતાંબરના જૈન મંદિરો તેમના ઝીણવટભર્યા સ્થાપત્ય અને અજોડ કલાને લીધે પ્રખ્યાત છે. દરેક તીર્થંકરને તેમનું આગવું પ્રતીક કે લાંછન હોય છે કે જે બીજા તીર્થંકરથી તેમને જુદા પાડે છે. આ લાંછન મૂર્તિના નીચેના ભાગમાં હોય છે.
મંદિરમાં દાખલ થતાં પહેલાં દરેકે પોતાના પગરખાં ઉતારી દેવા પડે છે. ત્યાં કંઈ પણ ખાવાનું, પીવાનું કે ચ્યુઇંગમ ખાવાની કે દોડાદોડી કરવાની, બૂમો પાડવી, વાતો કરવી કે સાંસારિક વાતો ચર્ચવાની મનાઈ હોય છે.
મંદિરમાં દાખલ થતી વખતે “નિસ્સિહી” એવું બોલવામાં આવે છે. એટલે કે મનના કુવિચારો અને સંસારની વાતો બહાર મૂકી દો. એટલે કે મન, વચન અને કાર્યથી સાંસારિક સંબંધો, વળગણ બધુ બહાર છે. આપણા ક્રોધ, માન, માયા લોભ જેવા કષાયો આપણે બહાર છોડીને આવ્યા છીએ એવો ગર્ભિત અર્થ થાય છે.
દેરાસરના ભંડારમાં મૂકેલા પૈસા એ ગુપ્તદાન છે અને આપણે હંમેશા ગુપ્તદાન કરવું જોઇએ એ પ્રેરણા આપે છે.
મંદિરના નૈવેદ્ય અંગેના સૂચનો
ધાર્મિક ક્રિયા વખતે અર્પણ કરાતી વસ્તુઓમાં અહિંસાનું વિવેક પૂર્વક પાલન કરવું જોઈએ. સ્થળ, સમય અને સંજોગોને ધ્યાનમાં રાખીને ધર્મનો આચાર કરવો.
જૂના સમયમાં ગાય, વાછરડાં કે બીજા પ્રાણીઓના દૂધ અને તેની બનાવટનો ઉપયોગ ધાર્મિક ક્રિયાઓમાં થતો હતો કારણ કે તેઓ ગાયને કૌટુંબિક સભ્ય તરીકે ગણીને તે પાળતા હતા. તે કાળે પ્રાયઃ આ પ્રથામાં ઘણી જ નિર્દોષતા
જૈન દર્શન અને આચારની સરળ સમજ
119