________________
વિભાગ-૨ તત્વજ્ઞાન
અંતરાય કર્મ આ કર્મના નિમિત્તથી આત્માના સહજ લબ્ધિ અને અનંત શક્તિના ગુણો ઢંકાય છે અને અંતરાય આવે છે. દાન કરવું, દયા કરવી, દૃઢ નિર્ણય શક્તિ હોવી, આવા પ્રકારના આત્માના સહજ ગુણને આ કર્મ રોકે છે. વળી તે વ્યક્તિને સારા કર્મો કે વિધેયક આચાર કરતાં પણ રોકે છે. વ્યક્તિ પોતાની સંપત્તિને પણ ભોગવી શકતો નથી. જેમ કે યાચકને રાજાએ ચિઠ્ઠી આપી હોય પણ ભંડારી તેને ઇચ્છિત વસ્તુ આપે નહીં. વીતરાગતા પ્રાપ્ત કર્યા પછી વ્યક્તિ ૪૮ મિનિટની અંદર બધા અંતરાય કર્મોનો નાશ કરે છે અને અનંતવીર્ય, અમાપ લબ્ધિની સ્થિતિ પ્રાપ્ત કરે છે. ખરેખર તો ઉપરના ત્રણે કર્મો એક સાથે ૪૮ મિનિટની અંદર નાશ પામે છે અને એક વખત બધા ઘાતી કર્મો નાશ પામે એટલે વ્યક્તિ કેવલી, અરિહંત, તીર્થકર અથવા જિનના નામે ઓળખાય છે. આ આધ્યાત્મિક સ્થિતિ ને ૧૩ મું ગુણસ્થાનક કહેવાય છે. અઘાતી કર્મ અઘાતી કર્મ આત્માના ગુણોનો ઘાત નથી કરતા. પણ તે શરીર, પૌદ્રલિત મન, સામાજિક સ્થિતિ અને જીવ માત્રના શરીરને ટકાવી રાખનાર વાતાવરણ સાથે સંબંધ ધરાવે છે. આત્માનું અવિનાશી અમર અસ્તિત્વ, નિરાકાર સ્વરૂપ અને અવ્યાબાધ સુખને સ્થાને આ કર્મના નિમિત્તને લીધે તે (આત્મા) દેહ ધારણ કરે છે. આયુષ્ય, સામાજિક મોભો અને અનુકૂળ તથા પ્રતિકૂળ વાતાવરણમાંથી પસાર થાય છે. આ અઘાતી કર્મના મુખ્ય ચાર પ્રકાર છે.
વેદનીય કર્મ આત્માના અશરીરી અવ્યાબાધ ગુણને રોકે છે. નામ કર્મ અરૂપી અને નિરાકાર ગુણને રોકે છે. ગોત્ર કર્મ આત્માના અગુરુ-લઘુ ગુણને રોકે છે. આયુષ્ય કર્મ આત્માના અમર અસ્તિત્વને રોકે છે.
48
જૈન દર્શન અને આચારની સરળ સમજ