________________
૦૭ કર્મોનું વર્ગીકરણ - પ્રકૃતિબંધના પ્રકારો
આધ્યાત્મિક પ્રગતિની શરૂઆત સમ્યક્ત્વની સ્થિતિ પછી શરૂ થાય
છે.
ચારિત્ર્ય મોહનીય કર્મ - ચારિત્ર્ય ગુણને વિકૃત કરતું કર્મ
આ કર્મ આત્માના ચારિત્ર્ય ગુણને વિકૃત કરે છે. આ કર્મના નિમિત્તથી વ્યક્તિમાં ઘણી બધી નબળાઈઓ (દુર્ગુણો) આવી જાય છે. જેમ કે આત્મ સંયમનો અભાવ, પ્રમાદ અને જુદા જુદા કષાયો (ક્રોધ, માન, માયા, લોભ) ઉત્પન્ન થવાથી દરેક વ્યકિત સુખ અને દુઃખને અનુભવે છે. સમ્યક્ત્વ ગુણની પ્રાપ્તિ પછી વ્યક્તિ તેના દુર્ગુણોનો અને નબળાઇઓનો ધીમે ધીમે પોતાના જ્ઞાન વડે પુરૂષાર્થ થી ઓછા કરી અને છેવટે નાશ કરી આધ્યાત્મિક પ્રગતિ તરફ ક્રમે ક્રમે આગળ વધે છે. અંતે ચારિત્ર્ય મોહનીય કર્મનો સંપૂર્ણ નાશ થતાં સાધક મોહમુક્ત અથવા વીતરાગ દશા પામે છે જે ૧૨મા ગુણસ્થાનકની સ્થિતિ કહેવાય છે.
જ્ઞાનાવરણીય કર્મ
આ કર્મ આત્માના અનંતજ્ઞાન ગુણને થોડે ઘણે અંશે આવરે છે. આંખ હોવા છતાં આંખે પાટા બાંધીને અંધની જેમ વર્તે તેમ આત્મજ્ઞાન સ્વરૂપ છતાં જીવ અજ્ઞાન પણે વર્તે છે. વીતરાગ દશાને પ્રાપ્ત કર્યા પછી સાધક માત્ર 48 મિનિટની અંદર બધા જ્ઞાનાવરણીય કર્મનો નાશ કરે છે અને કેવળજ્ઞાનઅનંત જ્ઞાનગુણને પ્રાપ્ત કરે છે.
દર્શનાવરણીય કર્મ
દર્શનાવરણીય કર્મમાં દર્શન શબ્દ સામાન્ય જ્ઞાન માટે વપરાયેલો છે (જ્યારે સમ્યક દર્શનમાં દર્શન શબ્દ શ્રદ્ધા માટે વપરાયેલો છે). રાજાના દર્શને જતાં કોઈને દ્વારપાલ રોકે તેમ આત્માનો દર્શનગુણ સામાન્ય ઉપયોગ હોવા છતાં પદાર્થને જાણવામાં આ કર્મ આવરણ લાવે છે. વીતરાગતાને પ્રાપ્ત કર્યા પછી સાધક ૪૮ મિનિટની અંદર બધા દર્શનાવરણીય કર્મનો નાશ કરે છે અને કેવળ-દર્શન પ્રાપ્ત કરે છે.
જૈન દર્શન અને આચારની સરળ સમજ
47