________________
વિભાગ-૨ તત્વજ્ઞાન
મોહનીય કર્મ
આત્માની સાચી શ્રધ્ધા અને શુદ્ધ ચારિત્ર એટલે કે વીતરાગ ભાવને આ કર્મ વિકૃત કરે છે
જ્ઞાનાવરણીય કર્મ આત્માના અનંત જ્ઞાન ગુણને રોકે છે. દર્શનાવરણીય કર્મ આત્માના અનંત દર્શન ગુણ એટલે સામાન્ય
બોધને રોકે છે. અંતરાય કર્મ આત્માની અનંત શક્તિને રોકે છે. મોહનીય કર્મ આ કર્મ આત્માના શ્રદ્ધા અને ચારિત્ર જેવા મૂળ ગુણોમાં ભ્રમણા કે વિકૃતિ પેદા કરે છે. આ કર્મ આત્માને હિતાહિતનો, સત-અસત નો વિવેક થવા નથી દેતો. આ મોહનીય કર્મ જીવને મોહમાં વિવશ કરે છે જેથી વિતરાગતા પ્રપ્ત થઇ શક્તિ નથી. તેના બે પેટા વિભાગો છે. • દર્શન મોહનીય કર્મ - શ્રદ્ધા ગુણને વિકૃત કરતું કર્મ • ચારિત્ર્ય મોહનીય કર્મ - ચારિત્ર્ય ગુણને વિકૃત કરતું કર્મ દર્શન મોહનીય કર્મ - શ્રદ્ધા ગુણને વિકૃત કરતું કર્મ
આ કર્મના ઉદયથી જીવને જિનેશ્વર પ્રણીત તત્ત્વોમાં અશ્રદ્ધા (મિથ્યાત્વ) થાય છે. આ બહુ દુઃખદાયક કર્મ છે. તેને કારણે બુદ્ધિજન્ય સત્ માં અસત્ ની અને અસત્ માં સત્ ની માન્યતા થાય છે. જેમકે દેહમાં આત્મ બુદ્ધિ થાય એટલે કે દેહ જ મારૂ ખરૂ સ્વરૂપ છે અને એ પ્રમાણે વર્તે છે. ઉચિત જ્ઞાન જ આત્માના સાચા સ્વરૂપની, કર્મની, કર્મબંધની અને કર્મથી મુક્ત સિદ્ધાત્માની સાચી સમજ અભિપ્રેત કરે છે. આ જ્ઞાનમાં સહેજ પણ શંકા ન રહે તેને સમ્યક શ્રદ્ધા કહે છે. અધ્યાત્મની આ સ્થિતિને સમ્યક્ત અથવા ચોથા ગુણસ્થાનક ની સ્થિતિ કહેવાય. સમ્યક્ત થવાથી વ્યક્તિના જ્ઞાન ને સમ્યજ્ઞાન કહે છે. વ્યક્તિની
46
)
જૈન દર્શન અને આચારની સરળ સમજ