________________
૨૨ જૈન ધર્મગ્રંથો અને સાહિત્ય
આ ગ્રંથમાં જીવનમાં ક્રમે-ક્રમે આધ્યાત્મિક પ્રગતિ કરવાની પદ્ધતિ, નીતિમય આચાર અને પરંપરાગત ભકિતમય રીતભાતને વ્યાપક સ્થાન આપેલ છે. આ ગ્રંથનું સંકલન ૧૯૭૪ માં હિંદુ સંત આચાર્ય વિનોબાભાવેની પ્રેરણાથી, શ્રી જિનેંદ્રપ્રસાદ વર્ષીજીએ કરેલ છે. અને જૈન ધર્મના ચારેય પંથ ના આચાર્યોએ માન્ય કરેલ છે. તત્વાર્થ સૂત્ર
આચાર્ય શ્રી ઉમાસ્વાતિ અથવા ઉમાસ્વામીની तत्त्वार्थ सूत्र (આશરે ઈ.સ. ૨૦૦-૪૦૦) તત્વાર્થ સૂત્રની રચના
જૈનોને મળેલી મહાન ભેટ છે. અને બધા જ જૈનોએ તે માન્ય રાખ્યું છે. જૈનોનું આગમ સાહિત્ય અર્ધમાગધી-પ્રાકૃત ભાષામાં લખાયું છે. પણ તત્વાર્થસૂત્ર એ પહેલો જૈન ગ્રંથ છે કે જે મુદ્દાસર સૂત્રમય કથનમાં સંસ્કૃત ભાષામાં છે. આ પુસ્તકમાં
દસ પ્રકરણ છે જેમાં ૩૪૪ થી ૩૫૭ જેટલા સૂત્રો છે. તે જૈન પદ્ધતિના બધા તાત્વિક અને વ્યાવહારિક હેતુઓને સંબંધિત છે. શ્વેતાંબર ૪૫ આગમના સંસ્કૃત તથા પ્રાકૃત નામ
અંગ-આગમ ૧૧ (૧૨મુ શ્રીદૃષ્ટિવાદસૂત્ર ઉપલબ્ધ નથી) ક્રમ સંસ્કૃત નામ
પ્રાકૃત નામ
આયારંગસુત્ત
આચારાંગસૂત્ર સૂત્રકૃતાંગસૂત્ર સ્થાનાંગસૂત્ર
સૂયગડાંગસુત્ત
ઠાણાંગસુત્ત
સમવાયાંગસૂત્ર
સમવાયાંગસુત્ત
ભગવઈ સૂત્ત /વકખા પન્નત્તી
ભગવતીસૂત્ર / વ્યાખ્યાપ્રજ્ઞપ્તિસૂત્ર
જૈન દર્શન અને આચારની સરળ સમજ
133