________________
૧૯. જૈન પ્રતીકો
પાંચમો અક્ષર “મ” એટલે મુનિ. મુનિ એટલે બધા સાધુ-સાધ્વી જે પાંચ મહાવ્રતોનું પાલન કરે છે. આમ જૈનધર્મમાં “ઓમ” શબ્દ દ્વારા પાંચ વિશિષ્ટ વ્યક્તિઓને આદરભાવે નમન કરાય છે. ઓમ એ જૈનધર્મની પવિત્ર પ્રાર્થના - નમસ્કાર મંગલસુત્રનું સંક્ષિપ્ત રૂપ છે. લોકાકાશ બાહ્ય આકૃતિ કમર પર હાથ મૂકી ઊભા રહેલા માણસ જેવી લાગે છે. જે જૈન માન્યતા પ્રમાણે આ સૃષ્ટિનો આકાર (લોકાકાશ) સૂચવે છે. પ્રતીકની નીચેનું લખાણ “પરસ્પરોપગ્રહો જીવાનામ” એટલે “જીવ માત્રનો પરસ્પર ઉપકાર” કરવો. (સેવા કરવી). જે દયામય જીવનની જૈન ભાવના રજૂ કરે છે. ટૂંકમાં આખું પ્રતીક સૂચવે છે કે સ્વર્ગ, નર્ક અને ધરતી પરના સર્વ જીવો એક ગતિમાંથી બીજી ગતિમાં જવાનું દુઃખ ભોગવે છે. તેઓ ધર્મમાં શુદ્ધ જ્ઞાન, પૂર્ણ શ્રદ્ધા અને શુદ્ધ ચારિત્ર જે તીર્થકરોએ બતાવ્યા છે તેને અનુસરે, તો પવિત્રતાની સાથે પૂર્ણ અવસ્થા પ્રાપ્ત થશે અને પછી તેઓ શાશ્વતકાળ સુધી મોક્ષનું સુખ ભોગવશે. જૈન સમાજે મહાવીરના નિર્વાણના ૨૫૦૦ વર્ષે ૧૯૭૪ માં (ચિત્ર ૨) એ પ્રતીક સ્વીકાર્યું. અમેરિકાની જૈના ફેડરેશને (જૈન મંડળો નું સંગઠન) આકૃતિ નં. ૩ પ્રમાણે સાથિયાની જગાએ ઓમ રાખ્યો કારણ કે પશ્ચિમી દેશોમાં સ્વસ્તિક ધાર્મિક પ્રતીક તરીકે જોવામાં આવતું નથી. જૈન ધર્મમાં આ દરેક પ્રતીકો અલગ અલગ રીતે પણ વપરાય છે.
જૈન દર્શન અને આચારની સરળ સમજ
123