________________
૧૧ ગુણસ્થાન અથવા ગુણશ્રેણી
જ્યારે ક્ષીણમોહની શ્રેણીમા મોહક્ષયનો સાધક એકદમ (૪૮ મીનીટની અંદર) કેવલજ્ઞાનને પ્રાપ્ત કરે છે. કેમકે મોહનો ક્ષય થયા પછી ફરી તેનો ઉદ્ધવ થતો નથી. (૧૩) સયોગ કેવલી ગુણસ્થાન કેવલજ્ઞાન પ્રાપ્ત થતાં જ સયોગકેવલી ગુણસ્થાનની શરૂઆત થાય છે. આ ગુણસ્થાનના નામમાં જે ‘સયોગ' શબ્દ મુક્યો છે તેનો અર્થ ‘યોગવાળો' થાય છે. યોગવાળો' એટલે શરીર વગેરેના વ્યાપારવાળો. કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ શરીરધારીને ગમનાગમનનો વ્યાપાર, બોલવાનો વ્યાપાર વગેરે વ્યાપારો રહે છે. દેહાદિની ક્રિયા હોવાને લીધે શરીરધારી કેવલી સયોગકેવલી કહેવાય છે. (૧૪) અયોગી કેવલી જિન કેવલી પરમાત્મા પોતાના આયુષ્યના અંત વખતે (મરણસમયે) પોતાના શરીરાદિના તમામ વ્યાપારોનો વિરોધ કરે છે, એ નિરોધની પૂર્ણ અવસ્થાનું ગુણસ્થાન અયોગી કેવલી છે. અયોગી એટલે સર્વ વ્યાપાર રહિત-સર્વ ક્રિયા રહિત. કેવલી અયોગી થતાં જે એનું શરીર છૂટી જાય છે અને એ પરમ આત્મા અમૂર્ત, અરૂપી, કેવલજ્યોતિ સ્વરૂપ પરમ કૈવલ્યધામને પ્રાપ્ત થાય છે. આધ્યાત્મિક પ્રગતિમાં કર્મના નાશનો ક્રમ આધ્યાત્મિક પ્રગતિના માર્ગમાં, સાધક પહેલાં દર્શન-મોહનીય કર્મનો નાશ કરે છે અને સમ્યક્ત પ્રાપ્ત કરે છે (ચોથું ગુણસ્થાનક). પછી તે ચારિત્ર્ય મોહનીય કર્મનો નાશ કરી વીતરાગતા પ્રાપ્ત કરે છે (૧૨) મું ગુણસ્થાનક). પછી તે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયકર્મનો નાશ કરી કેવળજ્ઞાન, કેવળદર્શન અને અનંતવીર્ય કે અનંત શકિત પ્રાપ્ત કરે છે. આ સ્થિતિને કેવલી અથવા અરિહંત કહે છે (૧૩ મું ગુણસ્થાનક).
જૈન દર્શન અને આચારની સરળ સમજ
75