________________
વિભાગ-૨ તત્વજ્ઞાન
મૃત્યુના થોડાક સમય પહેલા વ્યક્તિ પોતાના શરીરાદિના તમામ વ્યાપારોનો (મન વચન અને કાયાના યોગનો) નિરોધ કરે છે. આ સ્થિતિને અયોગી કેવલી કહે છે (૧૪ મું ગુણસ્થાનક). મૃત્યુના સમયે વ્યક્તિના બધા અઘાતી કર્મો નાશ પામે ત્યારે તે મુક્તિ પ્રાપ્ત કરે છે. નિર્વાણ પછી બધા કેવલી આત્માઓ અને તીર્થકરો, સિદ્ધો તરીકે ઓળખાય છે. સિદ્ધ સ્થિતિ શુદ્ધ ચૈતન્યપૂર્ણ છે તે દેહધારી નથી. આત્મા કાયમને માટે અનંત અને અવ્યાબાધ સુખની સ્થિતિમાં રહે છે.
76
જૈન દર્શન અને આચારની સરળ સમજ