________________
૧૨ જૈન ધર્મમાં મુક્તિનો માર્ગ
૧૨. જૈન ધર્મમાં મુક્તિનો માર્ગ
ટૂંકમાં, જૈન ધર્મ આત્માના સાચા સ્વરૂપને અને વાસ્તવિકતાને સ્પર્શે છે. ભગવાન મહાવીરનો ઉપદેશ છે કે દરેક આત્મા અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત શક્તિ કે બળ અને વિષ્ણરહિત અનંતચારિત્રની તથા આનંદની સરખી શક્તિ ધરાવે છે. પરંતુ અનંતકાળથી આત્મા તેના મૂળ સ્વભાવથી એટલે કે સાચા સ્વરૂપથી અજાણ છે અને શરીરને આત્મા માને છે તેને મિથ્યાત્વ કહેવાય છે. વળી તે કર્મથી બંધાયેલો છે. કર્મને કારણે જ આત્મા એક જન્મ-મરણમાંથી બીજા ચકરાવામાં ફરે છે અને મિથ્યાત્વ ના કારણે જુદા જુદા સંજોગોમાં સુખ દુઃખનો અનુભવ કરે છે. આત્મા સાચા સ્વરૂપથી અજ્ઞાન હોવાને લીધે તે ભૌતિક વસ્તુઓમાં અને તેની માલિકીમાં આનંદ શોધે છે. તેના મિથ્યાત્વ વાળા જ્ઞાનને કારણે તે સતત ક્રોધ, માન, માયા, લોભ, કામ-વાસના, રાગ અને દ્વેષના વિચારો કરતો રહે છે. આને લીધે સતત નવા કર્મો બંધાતા રહે છે અને જૂના કર્મો ભોગવતો રહે છે. મુક્તિનો માર્ગ - સમ્યગ દર્શન, સમ્યગ જ્ઞાન અને સમ્યક ચારિત્રની એકતા જૈન ધર્મ માને છે કે કોઇ પણ વ્યક્તિ તેના સાચા સ્વરૂપ ને સમજીને અને તે અંગેના જ્ઞાનની સંપૂર્ણ ચકાસણી કરી તેના ઉપર સાચી શ્રધ્ધા કેળવીને પોતાનું જીવન તે પ્રમાણે જીવે તો તે મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. આ માર્ગને સમ્યગ દર્શન (સાચી શ્રદ્ધા) સમ્યગ જ્ઞાન (શુદ્ધ જ્ઞાન) અને સમ્યક ચારિત્ર શુદ્ધ આચાર) નો માર્ગ કહેવાય છે. આ રત્નત્રય માર્ગની એકતાથી મોક્ષ મળે
છે.
સમ્યત્વ
સમ્યક્ત એટલે સમ્યગ દર્શન અને સમ્યગ જ્ઞાનની એકરૂપતા. જૈન ધર્મ માને છે કે વિશ્વના તત્વોનુ સાચા જ્ઞાનમાં સૃષ્ટિના છ દ્રવ્યો અને નવ તત્વો જે આત્માના શુદ્ધ અને અશુદ્ધ સ્વરૂપ અને કર્મના યથાર્થ
જૈન દર્શન અને આચારની સરળ સમજ
77