________________
વિભાગ-૨ તત્વજ્ઞાન
બોધને આવરી લે છે તેનો સમાવેશ થાય છે. સૃષ્ટિમાં આ દ્રવ્યો જે રીતે છે તે અને તેઓના પરિવર્તનની યોગ્ય સમજ આ જ્ઞાન આપે છે.
જ્યારે વ્યક્તિને આ યથાર્થ જ્ઞાનમાં સંપૂર્ણ શ્રદ્ધા થાય ત્યારે તે સંપૂર્ણ શ્રદ્ધાને સમ્યગ દર્શન કહે છે અને ત્યારથી તે વ્યકિતના જ્ઞાનને સમ્યગ જ્ઞાન કહે છે.
જ્યારે આ રીતે સમજેલ જ્ઞાનના પાયામાં આવી શ્રદ્ધા હોય ત્યારે તેને કોઈ ચલિત કરી શકતું નથી. સમ્યગ દર્શન વગરના જ્ઞાનને સમ્યગ જ્ઞાન કહેવાય નહીં. આ બન્ને ગુણોની એક સાથેની એકરૂપતાને સમ્યક્ત કહેવાય છે. શુદ્ધ જ્ઞાન અને તે ઉપર અતૂટ શ્રદ્ધા બંને ભેગા થાય તો તે સાચી સમજણથી શું છોડવા લાયક છે અને શું સ્વીકારવા લાયક છે તેનો તફાવત સમજાય છે. જેને વિવેક અથવા ભેદજ્ઞાન કહે છે. આ કક્ષાની આધ્યાત્મિક સમજ સમ્યક્તથી આવે છે. (ચોથા ગુણસ્થાનકની દશા ) સમ્યક્તના લક્ષણો સમ્યત્વના પાંચ આંતરિક ગુણો કે “લક્ષણો” છે. આપણે આત્મનિરીક્ષણ કરીને જોવું જોઈએ કે તે લક્ષણો આપણામાં છે કે નહિ.
૧ આસ્તિક્ય જગતના તત્ત્વોનું સાચું જ્ઞાન અને તે તત્વો | (આસ્થા) ઉપર જ્ઞાન પૂર્વકની સપૂર્ણ શ્રદ્ધા. ૨ અનુકંપા જીવમાત્ર પ્રત્યે સહાનુભૂતિ, દયાભાવ, અને
મૈત્રીભાવ. ૩ નિર્વેદ દુનિયા દુઃખથી ભરેલી છે તે અનુભવવું. ૪ સંવેગ મોક્ષની અભિલાષા અને સંસારભાવનો અભાવ. ૫ ઉપશમ ભૌતિક વસ્તુઓ અને સાંસારિક સંબંધોથી છૂટવું.
(શમ) અને સમતામાં રહેવું. એ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે આ લક્ષણો આંતરિક છે. વ્યક્તિએ જાતે જ આત્મનિરીક્ષણ કરીને જાણવું જોઈએ કે તે પોતાનામાં છે કે નહીં. બીજા તે
78
78
)
જૈન દર્શન અને આચારની સરળ સમજ