________________
૧૨ જૈન ધર્મમાં મુક્તિનો માર્ગ
નક્કી કરી શકે નહીં, અને બીજાના પ્રમાણપત્ર ની જરૂર નથી હોતી. વળી આપણાથી બીજામાં આ લક્ષણો છે કે નહિ તેની પરીક્ષા પણ ન થઇ શકે. સમ્યક ચારિત્ર શરૂઆતમાં સાધકની સમ્યત્વ એટલે કે સાચા જ્ઞાન રહિત થતી સાધના મિથ્યાત્વ રૂપે હોય છે (પહેલું ગુણસ્થાનક). આધ્યાત્મિક પ્રગતિના માર્ગમાં આત્મા, આત્માજ્ઞાનથી દર્શન મોહનીય કર્મ ખપાવે છે તેને સમ્યગ દર્શન પ્રાપ્ત થયું કહેવાય છે. અને તે વખતે તેના જ્ઞાનને સમ્યગ જ્ઞાન કહેવાય છે. આવી સ્થિતિમાં તે આંશિક સમ્યક ચારિત્ર પાળે છે એટલે કે તેનામાં અનંતાનુબંધી ક્રોધ, માન, માયા,અને લોભ નથી હોતા. આ અવસ્થાને સમ્યક્ત પ્રાપ્તિ કહે છે. (ચોથું ગુણસ્થાનક) . સત્યની સાચી સમજ અથવા સમ્યત્વ માણસને શુદ્ધ આચરણ તરફ દોરે છે. શુદ્ધ આચરણ એટલે આપણું જીવન અહિંસા, કરુણા, સત્ય, અચૌર્ય ગુણોવાળું જીવન અને વિચારમાં અનેકાન્તવાદ કે સ્યાદવાદ એટલે વસ્તુના સ્વરૂપને વિવિધ દ્રષ્ટિથી જોવું અને જાણવું. વળી શુધ્ધ આચરણ, અપરિગ્રહ અથવા મર્યાદિત પરિગ્રહ અને અમાલિકી ભાવ, જાતશુદ્ધિ, સંયમ, તપ, વૈરાગ્ય, યોગ અને ધ્યાન - આ બધા ઉપર ખૂબ જ ભાર મૂકે છે. જેનાથી કર્મની સકામ નિર્જરા થાય છે. શુદ્ધ આચરણના અભ્યાસમાં જુદી જુદી આધ્યાત્મિક પ્રક્રિયા રહેલી છે. ગૃહસ્થ આંશિક સાધના કરે છે. અને જ્યારે સાધુ પૂર્ણ સ્વરૂપની સાધનાને અનુસરી અંતે મુક્તિ પ્રાપ્ત કરે છે. સાધક ક્રમે ક્રમે ચારિત્ર મોહનીય કર્મનો નાશ કરવા શુદ્ધ આચરણવાળા આત્માના સહજ સ્વરૂપ પ્રાપ્ત કરવા પોતાના પુરુષાર્થથી સ્પષ્ટ રીતે આગળ વધે છે. ચોથા ગુણસ્થાનક પછી પ્રથમ સંયમ માટે બાર વ્રતોનું પાલન કરે છે (પાંચમું ગુણસ્થાનક). અને પછી ધીરે ધીરે આગળ વધી સંસારી જીવન છોડી દઈ સંયમી સાધુ બની જાય છે (છઠ્ઠું અને સાતમું ગુણસ્થાનક). સાધુ તરીકે તે
જૈન દર્શન અને આચારની સરળ સમજ
79