________________
પાંચ મહાવ્રતો આદિનું પાલન કરે છે. પછી મનોવિકાર જેવા કે ક્રોધ, માન, માયા, અને લોભ જેવા કષાયો પુરુષાર્થ વડે સ્વભાવના લક્ષે દૂર કરે છે.
શુદ્ધ ચારિત્રના પાલનથી તે ચારિત્ર છેવટે સમ્પૂર્ણ મોહનીય કર્મનો નાશ કરે છે અને કષાયથી સંપૂર્ણ મુક્ત થઈ જાય છે આને વીતરાગ દશા અથવા કષાયરહિત સ્થિતિ પ્રાપ્ત થઈ કહેવાય (૧૨મું ગુણસ્થાનક) .
એક વખત મોહનીય કર્મનો પૂર્ણ નાશ થાય પછી બાકીના ત્રણ ઘાતી કર્મ - જ્ઞાનાવરણીય કર્મ, દર્શનાવર્ષીય કર્મ, અને અંતરાય કર્મ સહજતાથી અંતમુહૂર્તમાં (૪૮ મિનિટની અંદર) નાશ પામે છે. આને કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત થયું કહેવાય. (તેરમું ગુણસ્થાનક - સયોગી-કેવલી) .
આ રીતે વ્યક્તિ ચાર ઘાતીકર્મોનો નાશ કરે છે.
વિભાગ-૨ તત્વજ્ઞાન
ચાર ઘાતી કર્મોના નાશથી પ્રગટ થતા આત્માના ગુણો
મોહનીય કર્મનો નાશ થવાથી, વીતરાગ દશા, અનંત ચારિત્ર, અનંત સુખ અથવા પૂર્ણ આનંદ પ્રાપ્ત કરે છે.
•
•
•
•
જ્ઞાનાવરણીય કર્મનો નાશ થવાથી કેવળજ્ઞાન (સર્વજ્ઞતા) અથવા અસીમ જ્ઞાન પ્રાપ્ત કરે છે.
અંતરાયકર્મનો નાશ કરી અનંત વીર્ય કે અનંત શક્તિ મેળવે છે. સર્વે ઘાતી કર્મોનો નાશ થતાં તેઓ સયોગી કેવલી અથવા અરિહંત (તીર્થંકર) તરીકે સામાન્ય જનતાને પોતાની મન, વચન અને કાયાની પ્રવૃત્તિથી અહિંસા, કરુણા, અપરિગ્રહ અને અનેકાંતવાદનો ઉપદેશ આપે છે.
દર્શનાવરણીય કર્મનો નાશ થવાથી કેવલ દર્શન અથવા પૂર્ણ દર્શન પ્રાપ્ત કરે છે.
80
અંતે જ્યારે એમને લાગે છે કે એમના જીવનનો અંત નજીક છે, તે સમયે તેઓ મન, વચન અને કાયાની પ્રવૃત્તિનો નિરોધ કરે છે. આ ચૌદમું અને છેલ્લું ગુણસ્થાનક છે જે અયોગી-કેવલીથી ઓળખાય છે. તેઓ આ સ્થિતિમાં
જૈન દર્શન અને આચારની સરળ સમજ