________________
૧૨ જૈન ધર્મમાં મુક્તિનો માર્ગ
થોડીક જ પળો રહે છે. તેની પછી ઝડપથી તેઓના ચાર અઘાતી કર્મો જે મૃત્યુ અથવા નિર્વાણ સમયે નાશ પામે છે અને સંપૂર્ણ મુક્તિ પામે છે. ચાર અઘાતી કર્મોના નાશથી પ્રગટ થતા આત્માના ગુણો • વેદનીય કર્મનો નાશ થવાથી અવ્યાબાધ સુખ એટલે અનંત અને
અમર્યાદાવાળુ અને બાધા વગરનું સુખ અનુભવે છે. • ગોત્રકર્મનો નાશ થવાથી અગુરુ-લઘુત્વ અનુભવે છે. એટલે બધા સિદ્ધ
(મુક્ત) આત્માઓ બધા સરખા છે અને તેમાં કોઇ ઉચ્ચ નીચ નો ભેદ નથી. નામકર્મનો નાશ થવાથી અરૂપીત્વ એટલે નિરાકાર અથવા ભૌતિક કે સ્થૂળ શરીર વગરનો થાય છે. આયુ કર્મનો નાશ થવાથી અક્ષયસ્થિતિ એટલે મુક્ત આત્મા જે હવે જન્મ,
જીવન અને મૃત્યુના ફેરામાં નહીં આવે તે પ્રાપ્ત થાય છે. શુદ્ધ આત્મા લોકાકાશમાં સૌથી ઉપર અને હંમેશને માટે સિદ્ધ સ્વરૂપે રહે છે.
જૈન દર્શન અને આચારની સરળ સમજ
81