________________
૧૫ જૈન દ્રષ્ટિએ નૈતિક જીવન પદ્ધતિ
૪.જમીનનો વપરાશ
અમેરિકાની ત્રીજા ભાગની જમીન ગોચર માટે વપરાય છે. અમેરિકાની ખેતીલાયક કુલ જમીનનો અડધો ભાગ ડેરી અને માંસ ઉદ્યોગના પશુધનના ખોરાક માટે વપરાય છે. અમેરિકામાં આ માટે ૨૨ કરોડ એકર જમીન, બ્રાઝીલમાં ૨૫૦ લાખ એકર જમીન અને મધ્ય અમેરિકાના અડધા જંગલ, ડેરી અને માંસ પેદા કરવા વાળા પશુના ખોરાક પેદા માટે કાપી કાઢયા છે.
૫. સ્વાથ્ય પર તેની અસર છેલ્લા પચાસેક વર્ષના તબીબી અભ્યાસ પછી તેમણે તારણ કાઢ્યું છે. કે વિશ્વના મધ્યમ અને સુખી વર્ગના લોકોના રોગ અને મૃત્યુનું કારણ માંસ અને ડેરી ઉદ્યોગના વપરાશ સાથે સંકળાયેલું છે. હૃદય રોગ, ડાયાબિટીસ, આંતરડાનું કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર અને હાડકાનું ભાંગી જવા (ફ્રેક્ટર) માટે પણ એ કારણભૂત છે. નવા સાયન્સના પ્રયોગોથી પુરવાર થયેલ છે કે દૂધનો ઉપયોગ વધુ કરવાથી ફેક્ટરનું પ્રમાણ વધ્યું છે. એ માટે દૂધમાં લેવાયેલું એનિમલપ્રોટીન અને કેલ્શિયમ જ
જવાબદાર છે. “માત્ર માંસ નહીં પણ ડેરીની ખાદ્ય ચીજોમાં ચરબી અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ ઘણું વધારે હોય છે જે હૃદય રોગ અને ટાઇપ-૨ પ્રકારના ડાયબીટીસનું મુખ્ય કારણ છે.” “ડેરી ખાદ્ય ચીજો પ્રોસ્ટેટ કેન્સર અને ટાઇપ ૧ ડાયાબીટીસ સાથે સંકળાયેલા છે.”
સારાંશ જૈન જીવન પદ્ધતિ સૈદ્ધાંતિક અને નૈતિક છે. વળી તે પૃથ્વી અને પર્યાવરણને આદર આપી સાચવે છે. આપણે જે સમય, સ્થળ અને સંજોગોમાં જીવીએ છીએ તેને ધ્યાનમાં રાખીને આપણો વ્યવહાર હોવો જોઈએ એવું આપણા ધર્મગ્રંથો સૂચવે છે.
જૈન દર્શન અને આચારની સરળ સમજ
103