________________
૧૦ પુણ્ય અને પાપ કર્મ
હશે તો તે પાપ વૃત્તિનો પ્રતિભાવ મેળવશે એટલે કે પાપનો અનુબંધ થશે તેને પાપાનુબંધ કહે છે.
૧. પુણ્યાનુબંધી પુણ્ય
આપણે ભૂતકાળના કરેલા પુણ્ય કર્મનું ફળ ભોગવતી વખતે, કોઈ પોતાની સંપત્તિ, સ્વાસ્થ્ય અને શક્તિ કોઈપણ પ્રકારની કીર્તિ કે સત્તાની અપેક્ષા રાખ્યા વગર પરોપકારે વાપરે તો તે નવા પુણ્ય કર્મ બાંધે છે. તેને પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય છે. આવા ઉત્તમ ભાવ મોહનીય કર્મના ક્ષયોપશમથી થાય છે. બહુ ઓછા લોકો સુખસુવિધામાં આસક્ત હોય ત્યારે પુણ્ય કર્મ કરવા પ્રયત્ન કરતા હોય છે. આમ જે પુણ્ય કર્મનો ઉદય નવા પુણ્યબંધનો હેતુ બને તેને પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય. આમ કરવાથી તેની આધ્યાત્મિકતા વધે છે અને આખરે આવી વ્યક્તિ મોક્ષ પ્રાપ્ત કરે છે.
૨. પાપાનુબંધી પુણ્ય
પુણ્યના ઉદય વખતે આપણે આપણા પુરૂષાર્થથી પાપ કર્મનું બંધન કરીએ તો તેને પાપાનુબંધી પુણ્ય કહેવાય છે. એટલે કે પહેલાના પુણ્ય કર્મના ઉદયે મળેલી સત્તા, સંપત્તિ અને સ્વાસ્થ્યનો આનંદ છૂટથી માણતા વ્યક્તિ અસદ્પ્રવૃત્તિ કરે છે ત્યારે પાપ કર્મ બંધાય છે. કેટલીક વખત કીર્તિ, સામાજિક મોભો અને સત્તા મેળવવા વ્યક્તિ સત્પ્રવૃત્તિઓ પણ કરે છે તેમ છતાં આવી બધી ક્રિયાઓથી તે વ્યક્તિને તો પાપ કર્મ જ બંધાય છે. મોટા ભાગના લોકો જ્યારે સત્તા, સંપત્તિ હોય ત્યારે એશ-આરામમાં નિરંકુશ પણે આસક્ત બની તેવી પ્રવૃત્તિઓ કરતા હોય છે તેને પાપાનુબંધી પુણ્ય કહે છે.
જૈન દર્શન અને આચારની સરળ સમજ
67