________________
વિભાગ-૨ તત્વજ્ઞાન
સારાંશ પુણ્ય એ કર્મ છે પણ જૈન ધર્મ એવું શીખવે છે કે બધા કર્મ આત્માની મુક્તિ પ્રાપ્ત કરવાના માર્ગમાં આડા નથી આવતા. માત્ર ઘાતી કર્મ અને ખાસ કરીને મોહનીય કર્મ જ આત્માની વીતરાગ દશા પ્રાપ્ત કરવામાં બાધારૂપ છે. વળી પરોપકારની પ્રવૃતિ શુધ્ધ ભાવથી એટલે કે પ્રશંસાની આશા વગર કે કર્તા ભાવ વગર કરેલ હોય તો નવા કર્મો બંધાતા નથી પણ બાંધેલા જૂના કર્મોની સકામ નિર્જરા થાય છે. એક વખત વીતરાગતા પ્રાપ્ત થયા પછી બાકીના ત્રણ ઘાતી કર્મ આપોઆપ અંતમુહૂર્ત (૪૮ મિનિટ)માં નાશ પામે છે અને વ્યક્તિ કેવળજ્ઞાન, કેવળદર્શન, અને અનંત શકિત પ્રાપ્ત કરે છે. અને પછી જીવનના અંતે બધાજ અઘાતી કર્મોનો નાશ થતો હોવાથી તે મુક્તિ મેળવે છે - સિદ્ધ થાય છે. વ્યક્તિગત આધ્યાત્મિકતાના બિંદુથી જોઇએ તો, જો કોઈ સાચે જ મિથ્યાત્વ અને કષાયનો (મોહનીય કર્મ) નાશ કરે તો તે મુક્તિ તે જ ભવમાં પ્રાપ્ત કરે
છે.
પુણ્ય કર્મથી મળતા માનવ જન્મ, સંયમ, આર્યક્ષેત્ર વિગેરે સામગ્રીનો સદુપયોગ કરીએ તો આપણે સહેલાઈથી મોક્ષ પ્રાપ્ત કરી શકીયે છીએ. માટે પુણ્ય કર્મને મોક્ષ પ્રાપ્તિ માટે બાધા રૂપ કહેવું તે આધ્યાત્મિક દ્રષ્ટિ એ બરાબર નથી. મોક્ષ પ્રાપ્તિ માટે ફકત મોહનીય કર્મ જ બાધા રૂપ છે. પુણ્ય-પાપની ચતુર્ભાગી પુણ્ય અને પાપ બંને કર્મ આત્માને ઇન્દ્રિય દ્વારા ભવિષ્યમાં સુખ કે દુઃખ નો અનુભવ કરાવવામાં નિમિત્ત બને છે. પુણ્ય અને પાપ કર્મના પરિણામ ભોગવતી વખતે આપણી પ્રતિક્રિયા કે વલણને હિસાબે જે નવા કર્મ બંધાય તેને અનુબંધ કહે છે. જો આપણું વલણ કે પુરુષાર્થ મુક્તિ કે સદ્ગુણ તરફનું હશે તો તે ધર્મનિષ્ઠ પ્રતિભાવ પામશે અને પુણ્યનો અનુબંધ થશે તેને પુણ્યનુબંધ કહે છે અને જો આપણી વૃત્તિ ભૌતિક સુખ અને દુર્ગુણો તરફની
66
જૈન દર્શન અને આચારની સરળ સમજ