________________
૧૦ પુણ્ય અને પાપ કર્મ
વીતરાગ દશા પ્રાપ્ત કર્યા પછી ૪૮ મિનિટમાં કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. અને પછી તેઓનું આયુષ્ય પુરું થયે મોક્ષ પ્રાપ્ત થાય છે. આ રીતે વિચાર કરીએ તો પુણ્ય કર્મનું નિમિત્ત આપણને મોક્ષ પ્રાપ્ત કરવાના માર્ગમાં ૧૨મા ગુણસ્થાનક સુધી પહોચવામાં સહાયક બને છે પરંતુ બાધા રુપ બનતું નથી. માટે દરેક પળે આપણે વધુમાં વધુ પુણ્ય કર્મ અને ઓછામાં ઓછા પાપ કર્મ બંધાય તે માટે જાગૃત (સભાન) રહેવું જોઈએ. શુદ્ધ દયામય અને અહિંસક ચારિત્ર્યનું પાલન કરીને મુક્તિ માટે પુરુષાર્થ કરવો જોઈએ. પુણ્ય કર્મ કરતી વખતની ચેતવણી સલૂણી, નીતિમાન પ્રવૃત્તિઓ કરતી વખતે ઘણી વખત વ્યક્તિ પોતાના મિથ્યાત્વ અને કષાયને લીધે માને છે કે તેના પ્રયત્નો અને કાર્યને લીધે ઘણા લોકોને મદદ મળી અથવા તે પોતે મંદિર કે હોસ્પિટલ બાંધવા માટેનો મોટો દાનેશ્વરી છે. અને આ રીતે તે ઘણો સામાજિક મોભો પ્રાપ્ત કરે છે અને તેનો તે ગર્વ લે છે. આવી વ્યક્તિ સારા કાર્ય ને લીધે પુણ્ય કર્મ બાંધે છે પણ સાથે ને સાથે તે કર્તાભાવને કારણે મોટું પાપ કર્મ (મોહનીય કર્મ) બાંધે છે કારણ કે તેમનું આ પુણ્ય કર્મ મોહનીય કર્મની અસર હેઠળ શક્તિ અને કીર્તિ માટે કરેલ છે. તેથી જૈન ધર્મ ચેતવે છે કે કોઈપણ દયામય અને નીતિમય પ્રવૃત્તિ મિથ્યાત્વ અને કષાય સાથે કરી હોય તો અંતે તો તે પાપમય પ્રવૃત્તિ તરીકે તે વ્યક્તિ પાપના જ કર્મો વધારે બાંધે છે. પછી ભલે તે પ્રવૃત્તિ બીજા લોકોને, પ્રાણીને કે સમાજને મદદરૂપ હોય. મોહનીય કર્મ એક જ ખૂબ જોખમકારક કર્મ છે કારણ કે માત્ર આ એક જ કર્મને લીધે, કોઈ પણ વ્યક્તિ વીતરાગતા પ્રાપ્ત કરી શકતી નથી અને તેથી કેવળજ્ઞાન અને મોક્ષ પણ પ્રાપ્ત થઇ શકતા નથી.
જૈન દર્શન અને આચારની સરળ સમજ
65