________________
•
•
વિભાગ-૨ તત્વજ્ઞાન
કર્મબંધની તીવ્રતા અને તેની સ્થિતિના કારણે આત્મા સુખદ અને દુઃખદ પરિસ્થિતિમાંથી પસાર થાય છે અને સહન કરે છે.
તેથી દરેકે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાય (મોહનીય કર્મ) માંથી છૂટી આધ્યાત્મિક વિકાસ સાધી વિતરાગતા પ્રાપ્ત કરી ને મુક્તિ મેળવવી જોઈએ.
સંવર - નવા કર્મોના બંધનને રોકવાની પ્રક્રિયા
સંવર નવા કર્મના બંધનને રોકનારી આત્મશક્તિને સંવર કહેવાય છે.
આસ્રવ વડે કર્મનું બંધન થાય છે અને સંવરથી કર્મ બંધન રોકાય છે. આ આખી પ્રક્રિયા આસ્રવથી વિરુદ્ધ છે. તે સમ્યક્ત્વ, વ્રત, અપ્રમાદ, અકષાય અને અયોગના સતત પ્રયત્નો દ્વારા પામી શકાય છે.
-
સંવરના કારણો
સમ્યક્ત્વ -
વ્રત -
42
તત્વની સાચી સમજ અને તે જ્ઞાન ઉપર અતૂટ શ્રધ્ધા.
વ્રત, નિયમ, અને છ બાહ્યતપનુ પાલન કરીને આત્માને ઉપભોગથી વાળવો અને જીવનમાં છ આંતરિક તપ વિકસાવવા.
અપ્રમાદ - જીવનની દરેક પ્રવૃતિ સજાગ રહીને કરવી.
અકષાય -
ચાર કષાય (ક્રોધ, માન, માયા, લોભ) પ્રત્યે ઉદાસીન વૃત્તિ અથવા કષાય વગરનું જીવન જીવવું.
અયોગ - મન, વચન, કાયાની શુભ અશુભ પ્રવૃત્તિનો નિરોધ થવો.
સંવર તત્વના ૫૭ ભેદ
જૈન ધર્મમાં સંવર તત્વના ૫૭ ભેદ વ્યવહારિક દ્રષ્ટિએ બતાવવામાં આવ્યા છે. જેના પાલન દ્વારા વ્યક્તિમા આવેલી જાગૃતિથી અને તે પ્રમાણેનુ ચિંતન કરવાથી આપણા કષાય દૂર કરી શકાય છે અને તેથી કર્મબંધ ટાળી શકાય છે. આ ભેદોનુ પાલન મોટા ભાગે સાધુ અને સાધ્વીજી માટે છે પણ બને ત્યાં
જૈન દર્શન અને આચારની સરળ સમજ