________________
વિશ્વવ્યાપી શાંતિની પ્રાર્થના
ઉપસર્ગા:ક્ષયં યાન્તિ, છિદ્યન્તે વિઘ્નવલ્લય: |
મનઃ પ્રસન્નતામેતિ, પૂજ્યમાને જિનેશ્વરે ||
અરિહંતની પ્રાર્થના દ્વારા સર્વ ના ઉપસર્ગો દૂર થાઓ, સર્વ વિઘ્નો દૂર થાઓ, સર્વનું મન અને હૃદય આનંદથી ભરપૂર રહો.
વિશ્વવ્યાપી મિત્રતાનું પ્રતિબિંબ
૦૧ જૈન પ્રાર્થના
શિવમસ્તુ સર્વજગતઃ પરહિતનિરતા ભવન્તુ ભૂતગણાઃ | દોષા: પ્રયાન્તુ નાશં, સર્વત્ર સુખી ભવતુ લોકઃ ||
જગતના સર્વ જીવોનુ કલ્યાણ થાઓ, સર્વ જીવો પરોપકારમાં તત્પર બનો, સર્વ ના દોષો (પાપ) નાશ પામો, સર્વત્ર બધા જીવો સુખી થાઓ.
શુદ્ધ આત્માની ભાવના
દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય |
હોય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય ||
આત્માનુભૂતિની શોધમાં નીકળેલામાં આ સાત મૂળભૂત ગુણો જેવા કે – દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ અને વૈરાગ્ય જોવા મળે છે જે ગુણો તેમને સતત જાગૃત રાખે છે.
રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ |
થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષનો પંથ ||
રાગ, દ્વેષ અને અજ્ઞાન આ ત્રણ મુખ્ય કારણોથી આત્મા કર્મના બંધનથી બંધાય છે. રાગ, દ્વેષ અને અજ્ઞાનની મુકિત એ જ માર્ગ મુક્તિનો છે.
જૈન દર્શન અને આચારની સરળ સમજ
15