________________
વિભાગ-૧ જૈન દર્શન
ચાર શરણાં
ચત્તારિ શરણે પવન્જામિ, અરિહંતે શરણે પવન્જામિ |
સિદ્ધ શરણે પવન્જામિ, સાહૂ શરણે પવન્જામિ |
| કેવલી પન્નત્ત ધર્મ શરણે પવન્જામિ || હું અરિહંત ભગવાનનું શરણું સ્વીકારું છું. હું સિદ્ધ ભગવંતનું શરણ સ્વીકારું છું. હું સાધુ ભગવંતનું શરણ સ્વીકારું છું. અને કેવલી ભગવંતે પ્રરૂપેલ ધર્મનું શરણું સ્વીકારું છું. આ ચારેનું શરણ સ્વીકારું છું.
ગુરુ કૃતજ્ઞતાની (ઉપકારવશતા) પ્રાર્થના
અજ્ઞાનતિમિરાન્ડાનાં, જ્ઞાનાંજન શલાકયા |
નેત્ર ઉન્મીલિત યેન, તસ્મ શ્રી ગુરવે નમઃ || જેમણે મારી અંધકારમય અજ્ઞાનતાને દૂર કરવા જ્ઞાનરૂપી સળીથી અંજન કરી મારી અંતર દ્રષ્ટિ ખોલી છે, તે ગુરુને હું નમું છું. હવે મારા આંતર ચક્ષુ ખૂલી ગયા છે. જેમણે મારા અજ્ઞાનતાના પડો દૂર કરવામાં અને સાચું જોવાને શક્તિમાન કરવામાં મદદ કરી, તે ગુરુને હું વિનમ્રભાવે કૃતજ્ઞતા પૂર્વક પ્રણામ
કરું છું.
વિશ્વવ્યાપક ક્ષમાપના
ખામેમિ સવજીવે, સવ્વ જીવા ખમંતુ મે |
મિત્તી એ સવ્વ ભૂએસુ, વેરમ મન્ઝ ન કેણઈ || સર્વ જીવોને હું નમાવું છું, સર્વ જીવો મને ક્ષમા આપે, સર્વ જીવો સાથે મારી મૈત્રી છે, કોઈની સાથે મને વેર નથી,
14
જૈન દર્શન અને આચારની સરળ સમજ