________________
૦૫ સૃષ્ટિના મૂળભૂત છ દ્રવ્યો
0પ. સૃષ્ટિના મૂળભૂત છ દ્રવ્યો સૃષ્ટિનો સ્વભાવ જૈન દર્શન માને છે કે સૃષ્ટિનો આરંભ કે અંત નથી અને તે સ્વયંભૂ શાશ્વત અને સનાતન છે. છ મૂળ તત્ત્વો જે દ્રવ્યના નામે ઓળખાય છે તે સૃષ્ટિનું બંધારણ કરે છે. આ છ એ દ્રવ્યો સનાતન હોવા છતાં તે સ્વયં સતત અગણિત પરિવર્તન પામે છે જેને પર્યાય (અવસ્થા) કહે છે. આ પરિવર્તન પ્રક્રિયા દરમ્યાન કશું જ નાશ નથી પામતું કે નવું નથી બનતું. તે મૂળ તત્ત્વો અને તેના મૂળ ગુણો બદલાયા વગર એના એ જ રહે છે. આ ગુણોના સમૂહને જ દ્રવ્ય કહેવાય છે. ભગવાન મહાવીર આ આખી ઘટનાને નીચેના સૂત્રના ત્રણ પદોથી સમજાવે છે જે ત્રિપદીથી ઓળખાય છે. ત્રિપદી
उप्पन्नेइ वा, विगमेइ वा, धुवेइ वा || દ્રવ્યના પર્યાય નું ઉત્પન્ન થવું, દ્રવ્યના પર્યાય નો નાશ થવો, અને દ્રવ્યના મુળ ગુણો કાયમ રહેવા. તેમણે ઉપદેશ આપ્યો કે અસ્તિત્વના દરેક દ્રવ્યો (જે સત થી ઓળખાય છે) તે દ્રવ્યના ગુણોથી તે કાયમી છે પણ પરિવર્તનથી દરેક સમયે તેમાં નવા પર્યાય ઉત્પન્ન થાય છે અને જુના પર્યાય નાશ પામે છે. સૃષ્ટિના મૂળભૂત છ દ્રવ્યો આત્મા કે જીવ એક જ ચેતન દ્રવ્ય છે. બાકીના પાંચ તત્ત્વો અજીવ છે. તેઓ ભેગા થઇને અજીવ દ્રવ્ય તરીકે પણ ઓળખાય છે. વળી અજીવ તત્ત્વોમાં પુદ્ગલ સિવાયના બીજા તત્ત્વો પક્ષ દ્વારા જોઈ શકાતા નથી. પણ આપણને મૂક સેવક તરીકે સહાય કરે છે. તે સમસ્ત વિશ્વમાં વ્યાપી રહ્યાં છે. નીચે છ મૂળભૂત તત્વો કે દ્રવ્યોની યાદી છે, કે જે સૃષ્ટિનું નિર્માણ કરે છે.
જૈન દર્શન અને આચારની સરળ સમજ
27